SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય પૂજ્યપાદશ્રી દેવેન્દ્રસૂરિ મહારાજા વિરચિત શતક નામના પાંચમા કર્મગ્રન્થનું વિવેચન પરમાત્મા કૃપાથી અને ગુરુદેવની કૃપાથી કર્મજિજ્ઞાસુ સમક્ષ મૂકાઈ રહ્યું છે તેમાં અનેક પૂજ્યશ્રી સહાયક બનેલ છે એ ઉપકારીઓના ઉપકારનું સ્મરણ કેમ વિસરાય ? ઉર ઉછળે ઉપકાર સ્મૃતિ ! ઉપકારીઓના ચરણે અગણિતનતિ !!! • દિવ્યાશિષદાતા યુગમહર્ષિ દાદાગુરુદેવશ્રી ભદ્રસૂરીશ્વરજી મહારાજા. • સંયમના સોનેરી સ્વાંગ પહેરાવનારા પૂ. ગુરુદેવશ્રી કારસૂરિ મહારાજા.. અપ્રમત્તયોગી પૂ. શ્રી અરવિંદસૂરિ મહારાજા.... અધ્યાત્મયોગી-ભક્તિયોગાચાર્ય પૂજ્યશ્રી યશોવિજયસૂરિ મહારાજા... સંશોધન પ્રેમી સાહિત્યરસિક પૂજ્ય મુનિચંદ્રસૂરિ મહારાજા.. વાંચના-વ્યાખ્યાન-અધ્યાપન-સંશોધનાદિ અનેક કાર્યોની વચ્ચે પણ સંપૂર્ણ મેટરને સૂક્ષ્મદષ્ટિથી તપાસીને ક્ષતિ રહિત કરનારા અને સોનાનાં શિખરે રત્નના કળશની જેમ પંચમ કર્મગ્રન્થ પરનું સ્વચિંતન-મનનને પૂ. ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વરજી મ. સા. પાસે સશધિત કરાવીને આ ગ્રન્થમાં પરિશિષ્ટરૂપે આપનારા પરમોપકારી પૂ. અભયશેખરસૂરિ મહારાજા..... પરમોપકારી પિતા મુનિરાજશ્રી ચંદ્રયશવિજયજી મ. સા. તથા લેખન કાર્યમાં-આર્થિક સહયોગાદિમાં તમામ જવાબદારી પોતાના શિરે લઈને આ કાર્યમાં સતત પ્રોત્સાહિત કરનારા બધુમુનિરાજશ્રી ભાગ્યેશવિજયજી મ. સા. તથા મહાયશવિજયજી મ. સા.. અનુપમ આરાધિકા પૂ. દાદીગુણીજી મનકશ્રી મ. સા. તથા વાત્સલ્યની ગંગોત્રી સમા પૂ. ગુરુણીજી સુવર્ણાશ્રીજી મ. સા. તથા પૂ. ગુરુમાતા શ્રી રમ્યગુણાશ્રીજી મ. સા. સર્વે પૂજ્યોના પાવન-ચરણમાં ભાવભીની વંદનાવલિ • ૫ શ્રી ચંદ્રકાન્તભાઇ તથા ખૂબ જ અહોભાવ-આદરપૂર્વક આંગડીયાની લેવડદેવડાદિ કાર્યમાં સંપૂર્ણ સહ્યોગ આપનારા પાર્થભક્તિનગર-ભીલડીયાજીના ટ્રસ્ટી સુરેશભાઇ વગેરે તથા આ પુસ્તકને પોતાનું માનીને જરાય કંટાળ્યા વિના હસતાં હૈયે ઘણીવાર ઘણી ક્ષતિને સુધારીને આર્ટીસ્ટ પાસે-કોમ્યુટરમાં ચિત્રો તૈયાર કરાવીને આ પુસ્તકને સર્વાગીણ સૌંદર્ય આપનારા ભરત ગ્રાફિક્સને કેમ ભૂલાય ? • પુસ્તક લેખનમાં શ્રી વીતરાગદેવની આજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડ... અજ્ઞતા અને છાસ્થતાદિને કારણે રહી ગયેલી ક્ષતિઓને વિદ્વાન પૂજ્યોએ સુધારવી એ વિજ્ઞપ્તિ સાથે વિરમું છું.... કૃપાકાંક્ષી રગેરેણુ
SR No.032409
Book TitleShatak Pancham Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherJunadiya S M P Sangh
Publication Year
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy