SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ કર્મપ્રકૃતિને મિશ્રગુણઠાણે બાંધે છે. અવિરતસમ્યગૃષ્ટિમનુષ્યો દેવાયુ અને જિનનામકર્મને બાંધી શક્તા હોવાથી, ૬૯માં દેવાયુ અને જિનનામ ઉમેરવાથી સમ્યત્ત્વગુણઠાણે ૭૧ કર્મપ્રકૃતિ બંધાય છે અને દેશવિરતિથી માંડીને અયોગગુણઠાણા સુધી ઘબંઘ [કર્મસ્તવમાં કહ્યા પ્રમાણે બંધ] જાણવો. * સમ્યકત્વગુણઠાણાના અંતે અપ્રવેક્રોધાદિ-૪નો બંધવિચ્છેદ થવાથી ૭૧માંથી ૪ કાઢી નાંખતા ૬૭ દેશવિરતિગુણઠાણે બંધાય છે. * દેશવિરતિગુણઠાણાના અંતે પ્રત્યાક્રોધાદિ-૪નો બંધવિચ્છેદ થવાથી ૬૭માંથી ૪ કાઢી નાંખતા ૬૩ પ્રમત્તગુણઠાણે બંધાય છે. * પ્રમત્તગુણઠાણાના અંતે શોક, અરતિ, અસ્થિરદ્ધિક, અયશ, અને અશાતા એ-૬ અથવા શોકાદિ-૬ + દેવાયુ = ૭નો બંધવિચ્છેદ થવાથી, ૬૩માંથી ૬ કે ૭ કાઢી નાંખતા અને આહારકદ્ધિક ઉમેરતાં પ૯ કે ૧૮ અપ્રમત્તગુણઠાણે બંધાય છે. * અપ્રમત્તગુણઠાણે દેવાયુનો બંધવિચ્છેદ થવાથી પ૯માંથી દેવાયુ કાઢી નાંખતા અપૂર્વકરણના પહેલા ભાગે પ૮ બંધાય છે. તેમાંથી નિદ્રાદ્ધિકનો બંધવિચ્છેદ થવાથી બીજાથી છઠ્ઠા ભાગ સુધી પ૬ બંધાય છે. તેમાંથી દેવદ્રિકાદિ-૩૦નો બંધવિચ્છેદ થવાથી સાતમાભાગે ૨૬ બંધાય છે. તેમાંથી હાસ્ય, રતિ, ભય અને જાગુપ્સાનો બંધવિચ્છેદ થવાથી અનિવૃત્તિગુણઠાણે-૨૨ બંધાય છે. * અનિવૃત્તિગુણઠાણાના પહેલાભાગે પુત્રવેદ, બીજાભાગે સંક્રોધ, ત્રીજાભાગે સંવમાન, ચોથાભાગે સંમાયા અને પાંચમાભાગે સંવલોભનો બંધવિચ્છેદ થવાથી ક્રમશઃ ૨૧, ૨૦, ૧૯, ૧૮ અને ૧૭ બંધાય છે. * સૂક્ષ્મસંપરા ગુણઠાણે જ્ઞા૦૫, ૬૦૪, અંત૦૫, યશ, ઉચ્ચ ગોત્ર એ-૧૬નો બંધવિચ્છેદ થવાથી ૧૧ થી ૧૩ ગુણઠાણા સુધી એક જ શાતાવેદનીય બંધાય છે. અયોગગુણઠાણે યોગના અભાવે બંધ થતો નથી. ४४
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy