SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિઓનો સંગ્રહ :जिण सुरविउवाहारदु देवाउ अ नरयसुहुमविगलतिगं । एगिदि थावरायवनपुमिच्छं हुंड छेवटुं ॥२॥ अणमज्झागिइ संघयणकुखगइनियइत्थिदुहगथीणतिगं । उज्जोय तिरिदुगं तिरि-नराउ नर-उरलदुग रिसहं ॥३॥ जिनं सुरवैक्रियाहारद्विकं देवायुश्च नरक-सूक्ष्म-विकलत्रिकम् । एकेन्द्रिय-स्थावरा-तप-नपुंसक-मिथ्यात्वं हुंड सेवार्तम् ॥२॥ अनन्त-मध्याकृति-संहननं कुखगति-नीच-स्त्री दौर्भाग्य स्त्यानत्रिकम् । उद्योतं तिर्यग्द्विकं तिर्यग्-नरायुः नर-उदारद्विकं ऋषभम् ॥३॥ ગાથાર્થ :- જિનનામ, દેવદ્ધિક, વૈક્રિયદ્રિક, આહારકદ્ધિક, દેવાયુ, નરકત્રિક, સૂક્ષ્મત્રિક, વિકસેન્દ્રિયત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, આતપ, નપુંસક, મિથ્યાત્વ, હેડક, છેવટું, અનંતાનુબંધીચતુષ્ક, મધ્યમસંસ્થાનચતુષ્ક, મધ્યમસંઘયણચતુષ્ક, અશુભવિહાયોગતિ, નીચગોત્ર, સ્ત્રીવેદ, દર્ભાગ્યત્રિક, થાણદ્વિત્રિક, ઉદ્યોત, તિર્યંચદ્ધિક, તિર્યંચાયુ, મનુષ્પાયુ, મનુષ્યદ્રિક, ઔદારિકદ્ધિક અને વજ88ષભનારાચસંઘયણ. વિવેચન :- ૬૨ માર્ગણામાંથી મનુષ્યગત્યાદિ કેટલીક માર્ગણામાં રહેલા જીવો ૧૨૦ કર્મપ્રકૃતિને બાંધી શકે છે. પરંતુ નરકગત્યાદિ કેટલીક માર્ગણામાં રહેલા જીવો ભવસ્વભાવે કે ગુણનિમિત્તે કેટલીક કર્મપ્રકૃતિને બાંધી શકતા નથી. એટલે જે માર્ગણામાં જેટલી કર્મપ્રકૃતિ ભવસ્વભાવે કે ગુણનિમિત્તે ન બંધાતી હોય, તેને ઓઘબંધમાંથી કાઢી નાંખવાની હોય છે અને જે માર્ગણામાં જે ગુણઠાણે જેટલી કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થતો હોય, તે ગુણઠાણે તેટલી કર્મપ્રકૃતિને કાઢી નાંખવાની હોય છે અને જે ગુણઠાણે જેટલી કર્મપ્રકૃતિનો બંધ ચાલુ થતો હોય, તે ગુણઠાણે તેટલી કર્મપ્રકૃતિ ઉમેરવાની હોય છે, એટલે તે તે સ્થાને તે સર્વ કર્મપ્રકૃતિના નામ વારંવાર લખવામાં આવે, ૨૯
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy