SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન :- (૨૦) જ્યારે વૈક્રિયલબ્ધિધારી શ્રાવક કે સાધુભગવંત ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે ત્યારે વૈક્રિયમિશ્ર અને વૈક્રિયકાયયોગ હોય છે. તેમાં બંધસ્વામિત્વ કેમ નથી કહ્યું ? જવાબ ઃ- વૈક્રિયલબ્ધિધારી શ્રાવક કે સાધુભગવંત જ્યારે ઉત્તરવૈક્રિયશરીર બનાવે છે ત્યારે સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈક્રિયમિશ્ર યોગ હોય છે અને સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ થયા પછી વૈક્રિયકાયયોગ હોય છે. એટલે વૈક્રિયમિશ્ર અને વૈક્રિયકાયયોગ માર્ગણામાં પાંચમું અને છઠ્ઠું ગુણઠાણુ હોય છે. તેથી વૈક્રિયમિશ્રયોગ માર્ગણામાં ઓધે-૧૦૨, મિથ્યાત્વે-૧૦૧, સાસ્વાદને-૯૪, સમ્યક્ત્વ-૭૧ દેશવિરતિગુણઠાણે-૬૭ અને પ્રમત્તે-૬૩ પ્રકૃતિ બંધાય છે અને વૈક્રિયકાયયોગમાર્ગણામાં ઓથે૧૦૪, મિથ્યાત્વે-૧૦૩, સાસ્વાદને-૯૬, મિશ્રે-૭૦, સમ્યક્ત્વ-૭૨ દેવિતિ ગુણઠાણે-૬૭ અને પ્રમત્તે-૬૩ પ્રકૃતિ બંધાય છે. પરંતુ અહીં ભવધારણીય વૈક્રિયશરીરની અપેક્ષાએ જ બંધસ્વામિત્વ કહેલું છે અને તે શરીર દેવ-નાકને જ હોય છે. તેઓ વધુમાં વધુ ચાર ગુણઠાણાને પ્રાપ્ત કરી શકે છે. તેથી વૈક્રિયમિશ્રયોગમાં ત્રીજા વિના ૧થી૪ અને વૈક્રિયકાયયોગમાં ૧થી૪ ગુણઠાણે જ બંધસ્વામિત્વ કહ્યું છે. પાંચમે-છઢે ગુણઠાણે બંધસ્વામિત્વ નથી કહ્યું. પ્રશ્ન :- (૨૧) કાર્મણકાયયોગની બાબતમાં મતાંતર જણાવો. જવાબ :- ‘ચૂર્ણિકાર ભગવંતોના મતે કાર્યણકાયયોગ વિગ્રહગતિમાં હોય છે અને ટીકાકાર ભગવંતનાં મતે કાર્યણકાયયોગ વિગ્રહગતિમાં અને ઉત્પત્તિના પ્રથમસમયે હોય છે. ૯ પ્રશ્ન :- (૨૨) કેવળકાયયોગ અને કેવળવચનયોગમાં બંધસ્વામિત્વ જણાવો. (८) कार्मणमन्तरालगतौ, औदारिकं पर्याप्तावस्थायाम्, तन्मिश्रं त्वपर्याप्तानाम [ચોથા કર્મગ્રન્થમાં ગાથા નં૦ ૨૭ની ચૂર્ણિ] (e) कार्मणकाययोगोऽपान्तारालगतावुत्पत्ति प्रथमसमये च, [ચોથા કર્મગ્રન્થમાં ગાથા નં૦ ૪ની સ્વોપજ્ઞ ટીકા] ૨૬૫
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy