SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યત્રિક, જાતિચતુષ્ક, ઔદારિકદ્રિક, આહારકદ્ધિક, સંઘયણ-૬, પહેલા વિનાના પાંચ સંસ્થાન, અશુભવિહાયોગતિ, આતપ, ઉદ્યોત, તીર્થંકરનામકર્મ, સ્થાવરચતુષ્ક, દુર્ભગત્રિક અને નીચગોત્ર એમ કુલ-૪૧ વિના ઓધે જ્ઞા૦૫ + દ0૯ + વે૦૨ + મોહ૦૨૫ [૨૬માંથી નપુંસકવેદ વિના] + દેવાયુ + નામ-૩૧ + ઉચ્ચગોત્ર + અંત૦૫ = ૭૯ પ્રકૃતિને બાંધી શકે છે. મિથ્યાત્વે-૭૯, સાસ્વાદને-૭૮ [મિથ્યાત્વ વિના], મિશે૬૯ થીણદ્વિત્રિક, અનં૦૪, સ્ત્રીવેદ વિના અને દેવાયુનો અબંધી અને સમ્યકત્વે-૬૯ + દેવાયુ = ૭૦ પ્રકૃતિ બંધાય છે. પ્રશ્ન :- (૮) લબ્ધિ-અપર્યાપ્તા તિર્યચ-મનુષ્યો કઈ ગતિ પ્રાયોગ્ય કર્મ પ્રકૃતિને બાંધી શકે છે ? અને કઈ ગતિ પ્રાયોગ્ય પ્રકૃતિને બાંધી શકતા નથી ? જવાબ :- લબ્ધિ-અપર્યાપ્ત તિર્યંચ-મનુષ્યો મરીને લબ્ધિ-પર્યાપ્તા તિર્યંચમનુષ્ય કે લબ્ધિ-અપર્યાપ્તા તિર્યંચ-મનુષ્યમાં જ ઉત્પન્ન થઈ શકે છે. દેવ-નરકમાં ઉત્પન્ન થઈ શકતા નથી. તેથી તે જીવો લબ્ધિ-પર્યાપ્તા તિર્યંચ-મનુષ્ય કે લબ્ધિ-અપર્યાપ્ત તિર્યચ-મનુષ્ય પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે છે. દેવ-નરકગતિ પ્રાયોગ્ય કર્મ પ્રકૃતિને બાંધી શકતા નથી. પ્રશ્ન :- (૯) કયા દેવો કઈ ગતિ પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે છે ? જવાબ :- ભવનપતિથી માંડીને પહેલા બે દેવલોક સુધીના મિથ્યાદૃષ્ટિ અને સાસ્વાદનસમ્યગ્દષ્ટિ દેવો મરીને, બાદર પર્યાપ્તા પૃથ્વીકાય, બાદર પર્યાપ્તા જલકાય, પ્રત્યેક વનસ્પતિકાય અને અયુગલિક સંજ્ઞી તિર્યંચમનુષ્યમાં ઉત્પન્ન થઈ શકે છે. તેથી તે એકેન્દ્રિય અને સંજ્ઞી તિર્યંચમનુષ્ય પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે છે. ૩ થી ૮ દેવલોક સુધીના મિથ્યાદૃષ્ટિ અને સાસ્વાદનસમ્યગુદૃષ્ટિ દેવો અયુગલિક સંજ્ઞી તિર્યંચમનુષ્યમાં જ ઉત્પન્ન થઈ શકે છે. તેથી તે અયુગલિક સંજ્ઞી તિર્યંચમનુષ્ય પ્રાયોગ્ય કર્મપ્રકૃતિને બાંધી શકે છે મા દેવલોકથી અનુત્તર (૩) દેવગતિ + પંચેન્દ્રિયજાતિ + શ૦૩ [વૈ૦, તૈ૦, કા૦] + વૈ૦એ૦ + પ્રથમ સં૦+ વર્ણાદિ-૪ + દેવાનુપૂર્વી + શુભવિહા૦ = ૧૩ + પ્ર૦૫ [અગુરુ૦૪, નિર્માણ] + ત્રસાદિ-૧૦ + અસ્થિર + અશુભ + અયશ = ૩૧ ૨૫૯
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy