SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ જીવને નપુંસકવેદનો ઉદય અને સત્તા નાશ પામે છે. એટલે સ્ત્રીવેદીને જે સમયે સ્ત્રીવેદમાર્ગણા પૂર્ણ થાય છે. તે જ સમયે નપુંસકવેદીને નપુંસકમાર્ગણા પૂર્ણ થાય છે. નપુંસકવેદમાર્ગણામાં ઓઘની જેમ સત્તાસ્વામિત્વ જાણવું. પરંતુ ક્ષપકશ્રેણીમાં આઠમા અને નવમા ગુણઠાણે તીર્થંકરનામકર્મની સત્તા હોતી નથી. કારણકે તીર્થંકરભગવંતો પુરુષવેદી જ હોય છે. જો કે આશ્ચર્યરૂપે મલ્લિનાથ પ્રભુ સ્ત્રીવેદે તીર્થંકર થયા. પરંતુ “ક્યારેય કોઇ પણ જીવ નપુંસકવેદે તીર્થંકર થયા નથી, અને થવાના પણ નથી.” એટલે નપુંસકવેદીને ક્ષપકશ્રેણીમાં આઠમા અને નવમા ગુણઠાણે તીર્થંકરનામકર્મની સત્તા હોતી નથી. તેથી નપુંસકવેદમાર્ગણામાં ક્ષપકને આઠમાથી નવમા ગુણઠાણાના પહેલાભાગ સુધી ૧૩૮માંથી તીર્થંકરનામકર્મ વિના ૧૩૭ પ્રકૃતિ સત્તામાં હોય છે. બીજાભાગે ૧૨૨ પ્રકૃતિમાંથી તીર્થંકરનામકર્મ વિના ૧૨૧ અને ત્રીજા ભાગે ૧૧૪ માંથી તીર્થંકરનામકર્મ વિના ૧૧૩ પ્રકૃતિ સત્તામાં હોય છે. ત્યાર પછી જે સમયે નપુંસકવેદનો ઉદય અને સત્તા એકી સાથે નાશ પામે છે તે જ સમયે નપુંસકવેદ માર્ગણા પૂર્ણ થાય છે. એટલે નપુંસકવેદમાર્ગણામાં છેલ્લે ૧૧૩ પ્રકૃતિ સત્તામાં હોય છે. અવેદમાર્ગણામાં સત્તાસ્વામિત્વ : સ્ત્રીવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવને સ્ત્રીવેદનો ઉદય અને સત્તા એકી સાથે નાશ પામવાથી તે જીવ અવેદી બને છે તે વખતે છેલ્લે ૧૧૩ પ્રકૃતિ સત્તામાં રહે છે. ત્યાર પછી અવેદમાર્ગણામાં ૯મા ગુણઠાણે ૧૧૩માંથી સ્ત્રીવેદ વિના ૧૧૨ પ્રકૃતિ, પુરુષવેદ અને હાસ્યષટ્કનો એકી સાથે ક્ષય થવાથી ૧૦૫, સંક્રોધનો ક્ષય થવાથી ૧૦૪, સં૦ માનનો ક્ષય થવાથી ૧૦૩ અને સંમાયાનો ક્ષય થવાથી ૧૦૨ પ્રકૃતિ સત્તામાં રહે છે. નપુંસકવેદોદયે ક્ષપકશ્રેણી માંડનારા જીવને નવમાગુણઠાણાના ૨૪૬
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy