SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ - આહારીમાર્ગણામાં ઓઘની જેમ આનુપૂર્વી વિના ઉદયસ્વામિત્વ જાણવું અને અણાહારીમાર્ગણામાં કાર્મણકાયયોગની જેમ ઉદયસ્વામિત્વ જાણવું પરંતુ અયોગગુણઠાણે ઓઘની જેમ ઉદય - સ્વામિત્વ કહેવું. એ પ્રમાણે, ૬૨ માર્ગણામાં ઉદયસ્વામિત્વ કહ્યું. વિવેચન :- આહારીમાર્ગણામાં ઓથે ચાર આનુપૂર્વી વિના જ્ઞા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મો૦૨૮ + આયુ૦૪ + નામ-૬૩ [ચાર આનુપૂર્વી વિના] + ગો૦૨ + અંતo૫ = ૧૧૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. * આનુપૂર્વીનો ઉદય વિગ્રહગતિમાં જ હોય છે. તે વખતે જીવ નિયમો અણાહારી હોય છે, આહારી હોતો નથી. એટલે આહારીમાર્ગણામાં એકે ય આનુપૂર્વીનો ઉદય હોતો નથી. આહારીમાર્ગણામાં ૧ થી ૧૩ ગુણઠાણે ઉદયસ્વામિત્વ : (૧) મિથ્યાત્વગુણઠાણે જ્ઞા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મો૦ ૨૬ [૨૮માંથી મિશ્રમો), સ0મોવિના] + આયુ08 + નામ- ૬૦ [૬૩માંથી આહાઅદ્વિક, જિનનામ વિના] + ગો૦૨ + અંત૦૫ =૧૧૩ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૨) સાસ્વાદનગુણઠાણે જ્ઞા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મો૦ ૨૫ [૨૬માંથી મિથ્યાત્વમોહ૦ વિના] + આયુ૦૪ + નામ – પ૬ [૬૦માંથી સૂક્ષ્મત્રિક, આતપ વિના] + ગો૦૨ + અંત૦૫ =૧૦૮ પ્રકૃતિ ઉદયમાં હોય છે. (૩) મિશ્રગુણઠાણે જ્ઞા૦૫ + દર્શ૦૯ + વે૦૨ + મો૦૨૨ [અનંતાનુબંધી-૪ બાદ કરીને, મિશ્રમો ઉમેરવી] + આયુ૦૪ + નામ - ૫૧ [પદમાંથી જાતિ-૪ અને સ્થાવર વિના] + ગો૦૨+ અંત૦૫ = ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. ૧૮૬
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy