SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ દેશવિરતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ - દેશવિરતિમાર્ગણામાં એક જ દેશવિરતિ ગુણઠાણુ હોય છે. ત્યાં કર્મસ્તવમાં દેશવિરતિ ગુણઠાણે કહ્યા મુજબ ૮૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સૂક્ષ્મસંપરાયચારિત્રમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : સૂક્ષ્મસંપરાયચારિત્રમાર્ગણામાં એક જ ૧૦મું ગુણઠાણ હોય છે. ત્યાં કર્મસ્તવમાં ૧૦મા ગુણઠાણે કહ્યા મુજબ ૬૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. સાસ્વાદ-સમ્યકત્વમાર્ગણામાં ઉદયસ્વામિત્વ - સાસ્વાદનસમ્યકત્વમાર્ગણામાં એક જ બીજા ગુણઠાણ હોય છે. ત્યાં કર્મસ્તવમાં બીજાગુણઠાણે કહ્યાં મુજબ ૧૧૧ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિશ્રસમ્યકત્વમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : મિશ્રણમ્યત્વમાર્ગણામાં એક જ ત્રીજા ગુણઠાણ હોય છે. ત્યાં કર્મસ્તવમાં મિશ્રગુણઠાણે કહ્યાં મુજબ ૧૦૦ પ્રકૃતિ ઉદયમાં હોય છે. મિથ્યાત્વમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : મિથ્યાત્વમાર્ગણામાં એક જ પહેલું ગુણઠાણ હોય છે. ત્યાં કર્મસ્તવમાં મિથ્યાત્વગુણઠાણે કહ્યાં મુજબ ૧૧૭ પ્રકૃતિ ઉદયમાં હોય છે. યથાવાતચારિત્રમાર્ગણામાં ઉદયસ્વામિત્વ : યથાખ્યાતચારિત્રમાર્ગણામાં ૧૧થી ૧૪ સુધીના છેલ્લા ચાર ગુણઠાણા હોય છે. ત્યાં કર્મસ્તવમાં ઉપશાંતમોહગુણઠાણે કહ્યા મુજબ ૫૯+ તીર્થકરનામકર્મ ૬૦ પ્રકૃતિ ઓથે ઉદયમાં હોય છે. ઉપશાંતમોહે૫૯ [તીર્થંકર નામકર્મ વિના), ક્ષીણમોહે પ૭/૫૫, સયોગી ગુણઠાણે-૪૨ અને અયોગગુણઠાણે ૧૨ પ્રકૃતિ ઉદયમાં હોય છે. અવિરતિમાર્ગણામાં ઉદયસ્વામિત્વ :અવિરતિમાર્ગણામાં ઓથે જ્ઞાના૦૫+૬૦૯ + વે૦૨ + ૧૩૩
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy