SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય પૂજ્યશ્રી દેવેન્દ્રસૂરિ મહારાજા વિરચિત બંધસ્વામિત્વનામતૃતીયકર્મગ્રંથની વિવેચના (દ્વિતીય આવૃત્તિ) પરમાત્મકૃપા તથા પૂજ્યશ્રી ગુરુદેવોની આશિષથી અભ્યાસુગણ સામે મૂકાઈ રહી છે. આ ગ્રંથની વિવેચનામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અનેક પૂજ્યશ્રી સહાયક બન્યા છે. એ ઉપકારીઓના ઉપકારનું સ્મરણ કેમ વિસરાય ? ઓ ઉપકારી ! સમરું ઉપકાર ! કરુ ચરણે નમન હજાર ! * દિવ્યાશિષદાતા યુગમહર્ષિ દાદાગુરુદેવશ્રી ભદ્રસૂરીશ્વરજીમહારાજા. * સંયમના સોનેરી સ્વાંગ પહેરાવનાર પૂ. ગુરુદેવશ્રી કારસૂરિમહારાજા. * અપ્રમત્તયોગી પરમ નિઃસ્પૃહી પૂ. શ્રી અરવિંદસૂરિમહારાજા. * અધ્યાત્મયોગી... ભક્તિયોગાચાર્ય પૂ. શ્રી યશોવિજયસૂરિમહારાજા... * સ્વરચિત ઉદય-ઉદીરણાસ્વામિત્વ અને સત્તાસ્વામિત્વની મૂળગાથાઓનું વિવેચન સૂક્ષ્મદૃષ્ટિએ અવલોકન કરીને, ક્ષતિરહિત કરનારા કર્મસિદ્ધાંત સંજ્ઞાતા અતીવાનુગ્રહિ પૂ. વીરશેખરસૂરિમહારાજા... * શાસ્રસંશોધન પ્રેમી-સાહિત્યરસિક પૂજ્ય મુનિચંદ્રસૂરિમહારાજા... * આ ગ્રંથમાં પ્રશ્નોત્તરી વિભાગની સંપૂર્ણ શુદ્ધિ કરી આપનારા કર્મસાહિત્યજ્ઞ પરમોપકાર પૂ. શ્રી કુલચંદ્રસૂરિમહારાજા... * સંશોધન કાર્યની વચ્ચે પણ અમૂલ્ય સમય ફાળવીને બંધસ્વામિત્વનું સંપૂર્ણ મેટર તપાસી આપનારા સ્વાધ્યાયૈકલક્ષી પૂ. શ્રી અભયશેખરસૂરિમહારાજા.... * સંસ્કારસુધાનું સિંચન કરવા દ્વારા અમજીવનોદ્યાનને સ્વ-સાધનાની સૌરભથી સુવાસિત કરનારા પરમોપકારી પૂ. પિતા મુનિરાજશ્રી ચંદ્રયશવિજયજી મહારાજ... * લેખનકાર્યમાં આર્થિક સહયોગાદિની તમામ જવાબદારી પોતાના શિરે લઈને આ કાર્યમાં સતત પ્રોત્સાહિત કરનારા બન્ધુમુનિરાજ શ્રી પંન્યાસ ભાગ્યેશ વિજયજી મહારાજ સાહેબ તથા મહાયશ વિજયજી મહારાજ સાહેબ * અહર્નિશ શુભાશિષદાતા દાદી ગુરુણીજી પૂ. મનકશ્રીજી મ. તથા સંયમ શિક્ષાદાત્રી પરમોપકારિ ગુરુણીજી શ્રી સુવર્ણાશ્રીજી મ. * વિરતિવાટિકામાં સદાય આત્મારાધનના ઝુલે ઝુલાવીને આત્માનંદની આંશિક અનુભૂતિ કરાવનારા પૂ. ગુરુમાતાશ્રી રમ્યગુણાશ્રીજી મ. સર્વે પૂજ્યશ્રીના પાવનપાદપદ્મમાં ભાવભીની વંદનવીથી... પંડિતવર્યશ્રી ચંદ્રકાન્તભાઈ તથા આ પુસ્તકને પોતાનું માનીને સુંદર પ્રિન્ટીંગ કરી આપનારા ભરત ગ્રાફિક્સને કેમ ભુલાય ? પુસ્તક લેખનમાં શ્રી વીતરાગદેવની આજ્ઞા વિરુદ્ધ લખાયું હોય, તો મિચ્છામિ દુક્કડમ્... અજ્ઞતા અને છદ્મસ્થતાદિને કારણે રહી ગયેલી ક્ષતિઓને વિદ્વાન પૂજ્યશ્રીએ સુધારવી... એ વિજ્ઞપ્તિ સહ વિરમુ છું. - કૃપાકાંક્ષી રમ્યરેણુ... ૪
SR No.032407
Book TitleBandhswamitva Tritiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherRander Road Jain Sangh
Publication Year2006
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy