________________
રહેલા કર્મદલિકોને અંતર્મુહૂર્ત સુધી પ્રદેશોદયથી કે વિપાકોદયથી ફળનો અનુભવ ન કરાવી શકે એવી સ્થિતિમાં મૂકી દેવા, તે “ઉપશમ” કહેવાય. અથવા... બીજીસ્થિતિમાં રહેલા દલિકોને અંતર્મુહૂર્ત સુધી રાખથી ઢાંકેલા અગ્નિની જેમ પ્રદેશોદયથી કે વિપાકોદયથી ફળનો અનુભવ ન કરાવી શકે એવી સ્થિતિમાં મૂકી દેવા, તે ઉપશમ કહેવાય છે.
જ્યારે પ્રથમસ્થિતિ ઉદય-ઉદીરણાથી ભોગવાઈને નાશ પામી જાય છે. ત્યારે મિથ્યાત્વમોહનીયકર્મનો બંધ અને ઉદય અટકી જાય છે અને બીજીસ્થિતિમાં રહેલા બધા જ કર્મદલિકો ઉપશાંત થઈ જાય છે. ત્યારપછીના સમયે જીવને ઉપશમસમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. ઉપશમસમ્યક્ત્વની પ્રાપ્તિ :
જેમ સળગતો દાવાનળ ઘાસ વિનાની ઉજ્જડ (ઉખર) ભૂમિમાં પ્રવેશતાંની સાથે જ ઓલવાઈ જાય છે. તેમ ચિત્રનં.૨૯માં બતાવ્યા મુજબ ૐ અનિવૃત્તિકરણ પૂર્ણ થયા પછી મિથ્યાત્વના દલિક વિનાની શુદ્ધભૂમિરૂપ ઉપશમાદ્ધામાં પ્રવેશતાની સાથે જ મિથ્યાત્વનો ઉદયરૂપ દાવાનળ ઓલવાઈ જવાથી ઉપશમસમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે.
જ્યારે જીવને ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે ત્યારે તેને જન્માંધ માણસને આંખો મળતા જેટલો આનંદ થાય છે તેના કરતાં પણ વધુ આનંદ થાય છે. અથવા ભયંકર દુઃસાધ્ય રોગથી પીડાતા રોગીને, એ રોગ દૂર થવાથી જેટલો આનંદ થાય છે તેના કરતાં પણ વધુ આનંદ થાય છે. ત્રિપુજકરણ :
ચિત્રનં.૨૯માં બતાવ્યા મુજબ જીવને જ્યારે ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે ત્યારે વિશુદ્ધ અધ્યવસાયથી દ્વિતીયસ્થિતિમાં રહેલા મિથ્યાત્વમોહનીયના દલિકોમાં ન્યૂનાધિક પ્રમાણમાં રસનો ઘટાડો થવાથી, તે કર્મદલિકો ત્રણ વિભાગમાં વહેંચાઈ જાય છે.
અપ્રમત્તગુણસ્થાનક
પ્રમત્તગુણસ્થાનક
દેશવિરતિ
ઉપશમસમ્યગ્દષ્ટિ
સમ્યક્ત્વગુણ
મિશ્ર પ્રસ્થાનક
(૧) જે દલિકોમાંથી ૨સ ઘટીને એકસ્થાનિક કે મંદદ્ધિસ્થાનિક થઈ જાય છે. તે દલિકોનો જે વિભાગ છે, તે “શુદ્ધપુંજ” કહેવાય છે. એ શુદ્ધપુંજનું નામ છે સમ્યક્ત્વમોહનીય.
સ ાદનગુણસ્થાનક
મિથ્યાત્વગુણસ્થાનક
૯૦