________________
નિષેકમાંથી કેટલાક દલિકોને ઉદીરણાકરણથી ઉદયાવલિકામાં નાંખી રહ્યો છે તેને ઉદીરણા કહે છે અને ઉપરની સ્થિતિમાંથી કેટલાક દલિકોને ઉદીરણાકરણથી ખેંચીને ઉદયાવલિકામાં નાંખી રહ્યો છે. તેને આગાલ કહે છે.
જ્યારે અંતરકરણની ક્રિયાનું અંતર્મુહૂર્ત = ૨ સમય પૂર્ણ થાય, ત્યારે ૭૯થી ૯૨ સુધીના નિષેકમાં એક પણ દલિક રહેતું નથી. તે ૭૯થી ૯૨ સમયની દલિક વિનાની શુદ્ધસ્થિતિને અંતરકરણ કહે છે.
જે સમયે આંતરૂ પાડવાની ક્રિયા પૂર્ણ થાય છે તે સમયે મિથ્યાત્વમોહનીયકર્મની સ્થિતિ બે વિભાગમાં વહેંચાઈ જાય છે. તેમાં નીચેના ભાગને “પ્રથમસ્થિતિ” અથવા “નીચેની સ્થિતિ” કહે છે અને ઉપરના ભાગને “દ્વિતીયસ્થિતિ” અથવા “ઉપરની સ્થિતિ” કહે છે. તેમજ પ્રથમ સ્થિતિ અને દ્વિતીય સ્થિતિની વચ્ચે જે મિથ્યાત્વના દલિક વિનાની શુદ્ધ સ્થિતિ છે. તેને “ઉપશમાા' કહે છે. પ્રથમ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ અને દ્વિતીયસ્થિતિ અંતઃકોડાકોડીસાગરોપમ પ્રમાણ હોય છે. મિથ્યાત્વની ઉપશમનાનો પ્રારંભ :
અપ્રમત્તગુણસ્થાનક
અંતરકરણની ક્રિયા પૂર્ણ થયા પછી જીવ મિથ્યાત્વની પ્રથમ સ્થિતિમાંથી એક-એક સમયે ક્રમશઃ એક-એક નિષેકમાં રહેલું કર્મદલિક વિપાકોદયથી ભોગવીને નાશ કરી રહ્યો છે અને દ્વિતીયસ્થિતિમાં રહેલા કર્મદલિકોને પ્રતિસમયે અસંખ્યગુણાકારે ઉપશમાવી રહ્યો છે.
ચિત્રનં.૨૮માં બતાવ્યા મુજબ મૈં અંતરકરણની ક્રિયા પૂર્ણ થયા પછી ૧૯મા સમયે બીજી સ્થિતિમાં રહેલા દલિકોમાંથી થોડા (અસંખ્ય) દલિકોને ઉપશમાવે છે. તેનાથી અસંખ્યગુણ દલિકોને ૨૦મા સમયે ઉપશમાવે છે. તેનાથી અસંખ્યગુણ દલિકોને ૨૧મા સમયે ઉપશમાવે છે. એ રીતે, અનિવૃત્તિકરણના છેલ્લા સમય = ૨૪મા સમય સુધી ક્રમશઃ અસંખ્યગુણાકારે દલિકોને ઉપશમાવે છે.
પ્રમત્તગુણસ્થાનક
મિથ્યાત્વનો ઉપશમક
દેશવિરતિગુણસ્થાન
66
સમ્યક વસ્થા
૧૬
પાણી છાંટીને રોલર ફેરવવાથી દબાઈ ગયેલી ધૂળની જેમ બીજી સ્થિતિમાં
૧૬. પ્રયત્નવિશેષથી ઉદયાવલિકાની ઉપરના મિશ્રગુણ) નિષેકોમાંથી દલિકોને ખેંચીને ઉદયાવલિકામાં સાતન સ્થાનક નાંખવા, તે ઉદીરણાકરણ કહેવાય...
મિથ્યાત્વગુણસ્થાનક
૮૮