________________
સ્થિતિબંધનું કારણ કષાયોદય છે.
જેમ કષાયોદય તીવ્ર બનતો જાય છે તેમ સંકિલષ્ટતા વધવાથી સ્થિતિબંધ વધતો જાય છે. અને જેમ કષાયોદય મંદ પડે છે તેમ વિશુદ્ધિ વધવાથી સ્થિતિબંધ ઘટતો જાય છે. એ નિયમાનુસારે વિશુદ્ધપરિણામની ધારાએ ચઢેલો અપૂર્વકરણવીંજીવ પૂર્વ-પૂર્વના સ્થિતિબંધ કરતાં પછી પછીનો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ ન્યૂન ન્યૂન કરે છે.
= ૧૫૦ સમય...
અસકલ્પનાથી... અંતઃકોકોસાળસ્થિતિબંધ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ = ૫ સમય... સ્થિતિબંધનું ૪અંતર્મુહૂર્ત
= ૨ સમય...
માનવામાં આવે, તો... ચિત્રનં.૨૫માં બતાવ્યા મુજબ અપૂર્વકરણના પ્રથમ સમયે ૧૫અંતઃકોકોસા૦ = ૧૫૦ સમયનો સ્થિતિબંધ કરે છે. બીજા સમયે પણ ૧૫૦ સમયનો સ્થિતિબંધ કરે છે. ત્યારપછી ઉજા સમયે નવો સ્થિતિબંધ શરૂ કરે છે તે સ્થિતિબંધ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન = ૫ સમય ન્યૂન કરે છે. એટલે કે, ૩જા સમયે ૧૪૫ સમયનો નવો સ્થિતિબંધ શરૂ કરે છે તે સ્થિતિબંધ ૪થા સમયે પૂર્ણ થાય છે. એ જ રીતે, પમા સમયે ૧૪૦ સમયનો સ્થિતિબંધ કરે છે. એ રીતે ૨૫મા સમયે ૯૦ સમયનો સ્થિતિબંધ કરે છે. એટલે, અપૂર્વકરણમાં જેટલા સ્થિતિઘાત થાય છે તેટલા જ સ્થિતિબંધ થાય છે.
૧૩ સ્થિતિઘાતથી ભૂતકાળમાં બંધાયેલા કર્મોની સ્થિતિમાંથી પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિનો નાશ થાય છે. અને અપૂર્વસ્થિતિબંધથી નવા બંધાતા જ્ઞાના૦૭ કર્મોની સ્થિતિમાં પૂર્વસ્થિતિબંધની અપેક્ષાએ પછીના સ્થિતિબંધનું પ્રમાણ પલ્યાપમનો સંખ્યાતમોભાગ ઓછું થઈ જાય છે.
અપ્રમત્તગુણસ્થાનક
પ્રમત્તગુણસ્થાનક
દેશવિરતિગુણસ્થાન
અપૂર્વકરણવા આ
સમ્યક વસ્થા
મિશ્રગુણ
-
૧૪ સ્થિતિઘાત અને સ્થિતિબંધ બન્ને એકી સાથે શરૂ થાય છે અને એકી સાથે પૂર્ણ થાય છે એટલે તે બન્નેનું અંતર્મુહૂર્ત સરખુ છે.
૧૫ સત્તામાં રહેલી અંતઃકોડાકોડીસાગરોપમની સ્થિતિ કરતાં નવા બંધાતા જ્ઞાના૦ ૭ કર્મની અંતઃકોડાકોડીસાગરોપમની સ્થિતિ નાની હોય છે. અંતર્મુહૂર્તની જેમ અંતઃકોડાકોડીસાગરોપમના અસંખ્યાતભેદ થાય છે.
સા ના સ્થાનક
મિથ્યાત્વગુણસ્થાનક
૮૨