________________
૫ થી ભાગાકાર કરવો એટલે ૨૦,૦૦,૦૦૦ (૨૦ લાખ) રસાણનો એકએક ભાગ થશે. એટલે ૧ કરોડ રસાણમાંથી ૨૦,00,000 રસાણ રાખીને, બાકીના ૮૦,૦૦,૦૦૦ રસાણનો અંતર્મુહૂર્તમાં નાશ કરવો, તે પ્રથમ રસઘાત કહેવાય છે. ત્યારપછી પ્રથમ રસઘાત કરતી વખતે જે ૨૦,૦૦,૦૦૦ રસાણ રાખ્યા હતા તેના અનંતાભાગ = ૫ ભાગ કરવા માટે ૨૦,૦૦,૦૦૦ રસાણનો ૫ થી ભાગાકાર કરવો. એટલે ૪,૦૦,૦૦૦ રસાણનો એક-એક ભાગ થશે. એટલે ૨૦,૦૦,૦૦૦ રસાણમાંથી ૪,૦૦,૦૦૦ રસાણ રાખીને, બાકીના ૧૬,૦૦,૦૦૦ રસાણનો અંતર્મુહૂર્તમાં નાશ કરવો, તે બીજો રસઘાત કહેવાય છે.
અહીં અસત્કલ્પનાથી બે જ રસઘાત બતાવ્યા છે. પણ વાસ્તવિક રીતે એક સ્થિતિઘાત પૂર્ણ થાય, ત્યાં સુધી હજારો ૧૧રસઘાત થઈ જાય છે.
(૩) ગુણશ્રેણી :શ્રેણી ક્રમશઃ (અનુક્રમે)
ગુણ=અસંખ્યગુણાકારે કર્મદલિકને ગોઠવવા.. આયુષ્ય વિના બાકીની કર્મપ્રકૃતિની નિષેકરચનાના ઉપરના ભાગમાંથી અપવર્તનાકરણથી નીચે ઉતરતાં દલિતોને ઉદયવતી કર્મપ્રકૃતિમાં ઉદયસમયથી અને અનુદયવતી કર્મપ્રકૃતિમાં ઉદયાવલિકા ઉપરના પ્રથમસમયથી માંડીને, "અંતર્મુહૂર્તના જેટલા સમય થાય, તેટલા નિષેકમાં પૂર્વ-પૂર્વના નિષેક કરતાં પછી પછીના નિષેકમાં અસંખ્યગુણાકારે ગોઠવવા, તે “ગુણશ્રેણી” કહેવાય. - જેમકે :- પહેલા સમયે જેટલા દલિકો ઉપાડ્યા હોય, તેમાંથી ઉદયસમયમાં થોડા, (અસંખ્યાતા) ગોઠવે છે. તેનાથી અસંખ્યગુણા ૧૦ અહીં ખાસ ધ્યાન રાખવું કે, અશુભકર્મપ્રકૃતિની જે નિષેકરચના છે. તેમાંથી
ઉદયાવલિકાગત નિષેકોમાં રહેલા કર્મપુદ્ગલોમાં રસનો ઘાત થતો નથી. પણ ઉદયાવલિકાની ઉપરના નિકોમાં રહેલા કર્મપુદ્ગલોમાં રસનો ઘાત થાય
IMAવાર નક
પ્રમાણપરાની
દેશવિરતિ ધ્રુસ્થાનક
પૂર્વકરણવતી હયા
૧૧ સ્થિતિઘાતના અંતર્મુહૂર્ત કરતાં રસઘાતનું અંતર્મુહૂર્ત ઘણું નાનું હોય છે. માટે એક સ્થિતિઘાત પૂરો થાય ત્યાં સુધીમાં હજારો | રસઘાત થઈ જાય છે.
મિચાવાયચીનકે -
૭૮)