________________
| ||
||
||.
અપૂર્વકરણના પ્રથમસમયથી જીવ (૧.) સ્થિતિઘાત, (૨.) રસઘાત, (૩.) ગુણશ્રેણી અને (૪.) અપૂર્વસ્થિતિબંધ શરૂ કરે છે. (૧) સ્થિતિઘાત :
આયુષ્ય સિવાયની જ્ઞાનાવરણીયાદિ-૭ કર્મની નિષેકરચનાના ઉપરના ભાગમાંથી “અપવર્તનાકરણથી જઘન્યથી પલ્યોપમનો સંખ્યાતમોભાગ અને ઉત્કૃષ્ટથી સેંકડો સાગરોપમ પ્રમાણ સ્થિતિખંડનો (સ્થિતિના એક ટુકડાનો) નાશ કરવો, તે સ્થિતિઘાત કહેવાય. અસતકલ્પનાથી....
અપૂર્વકરણનું અંતર્મુહૂર્ત = ૨૬ સમય પલ્યોપમનો સંખ્યાતમોભાગ = ૫ સમય સ્થિતિઘાતનું અંતર્મુહૂર્ત = ૨ સમય
માનવામાં આવે, તો.... | ચિત્ર.૨૧માં બતાવ્યા મુજબ અપૂર્વકરણમાં રહેલો એ નિષેક રચનાના ઉપરના ભાગમાંથી પલ્યોપમનો સંખ્યાતમોભાગ = ૨૩૬ થી ૨૪૦ સુધીના કુલ ૫ નિષેકમાંથી પ્રથમસમયે થોડા (અસંખ્યાતા) દલિકોને, નીચે ઉતારે છે તેનાથી બીજા સમયે અસંખ્યગુણા દલિકોને નીચે ઉતારે છે. એ રીતે, પૂર્વ-પૂર્વના સમય કરતાં પછી પછીના સમયે અસંખ્યગુણાકારે દલિકોને નીચે ઉતારીને જે સ્થિતિનો નાશ થતો નથી તેમાં નાખે છે.
જ્યારે સ્થિતિવાતનું અંતર્મુહૂર્ત = ૨ સમય પૂર્ણ થાય છે ત્યારે ૨૩૬ થી ૨૪૦ સુધીના કુલ ૫ નિષેકમાં એક પણ દલિક રહેતું નથી. એટલે અંતર્મુહૂર્તકાળેકર સમયમાં પલ્યોપમનો સંખ્યાતમોભાગ-૫ સમયની સ્થિતિનો નાશ થાય છે. તે સમયે “પ્રથમસ્થિતિઘાત” પૂર્ણ થાય છે.
અપૂર્વકરણમાં રહેલો-એ નિષેકરચનાના નીચેના ભાગમાંથી એકએક સમયે ક્રમશઃ એક-એક નિષેકમાં રહેલા દલિકોને ભોગવીને નાશ કરી
રહ્યો છે અને ઉપરથી પલ્યોપમનો
સંખ્યાતમો ભાગ = ૫ નિષેકમાંથી ક્રમશઃ અસંખ્યગુણાકારે દલિકોને નીચે ઉતારીને, જે સ્થિતિનો ઘાત થતો નથી. ૯ જે પ્રયત્નવિશેષથી કર્મની સ્થિતિમાં અને રિસમાં ઘટાડો છે. તે અપર્વતનાકરણ કહેવાય.
પ્રમાણીતકે
--
અપૂર્વકરણવર્તા
દ8)
મિત્ર વિથ નિક
૦૪