________________
અસત્કલ્પનાથી.... ૧ કોડાકોડી સાગરોપમ = ૨૫૦ સમય.....
અંત:કોડાકોડી સાગરોપમ = ૨૪૦ સમય.... યથાપ્રવૃત્તકરણનું અંતર્મુહૂર્ત = ૨૮ સમય....
| માનવામાં આવે તો.. ચિત્રનં.૨૦માં બતાવ્યા મુજબ અનાદિમિથ્યાષ્ટિ X યથાપ્રવૃત્તકરણ નામના અધ્યવસાયથી મોહનીયકર્મની ૭૦ કોકો સાવ = ૧૭૫00 સમય, જ્ઞાનાવરણીયાદિ-૪ કર્મની ૩૦ કોકો સા૦ = ૭૫00 સમય, નામ-ગોત્રની ૨૦ કોકો સાવ = ૫૦૦૦ સમયની દીર્ઘસ્થિતિસત્તામાંથી માત્ર અંતકોડાકોડીસાગરોપમ = ૨૪૦ સમયની સ્થિતિ રાખીને બાકીની બધી જ સ્થિતિસત્તાને કાપી નાંખે છે. તે વખતે જીવ “ગ્રWિદેશે” (ગ્રન્થિની નજદીક) આવ્યો કહેવાય.
જૈનદર્શનમાં અનાદિકાળથી જીવને વળગેલા રાગદ્વેષના ગાઢ પરિણામને “ગ્રન્થિ” કહે છે. જ્યારે અનાદિકાલીન રાગદ્વેષના તીવ્રપરિણામ રૂપ દુર્ભેદ્યગાંઠને તોડી (ભેદી) નાંખે છે ત્યારે “ગ્રન્થિભેદ” કર્યો કહેવાય.
ચરમયથાપ્રવૃત્તકરણવર્તી આસન્નભવ્ય મહાત્મા ચિત્રનં.૨૦માં બતાવ્યા મુજબ નિષેકરચનાના નીચેના ભાગમાંથી એકેક સમયે ક્રમશ: એકેક નિષેકમાં રહેલું કર્મદલિક વિપાકોદયથી ભોગવીને નાશ કરતો કરતો આગળ વધી રહ્યો છે. જ્યારે યથાપ્રવૃત્તકરણનું અંતર્મુહૂર્ત-૨૮ સમય પૂર્ણ થાય છે ત્યારે તે અત્યંતવીલ્લાસને ફોરવીને અપૂર્વકરણમાં પ્રવેશ કરે છે. અપૂર્વકરણમાં પ્રવેશ :
પૂર્વે (અનાદિકાળમાં) ક્યારેય નહિ આવેલા એવા વિશુદ્ધ અધ્યવસાયને અપૂર્વકરણ કહે છે. પૂર્વે (અનાદિકાળમાં) ક્યારેય નહિ થયેલા એવા સ્થિતિઘાતાદિ
પદાર્થોના પ્રારંભક અધ્યવસાયને અપૂર્વકરણ કહે છે.
I અપૂર્વકરણનું બીજુ નામ “નિવૃત્તિકરણ” પણ છે. કેમકે એકી સાથે ગ્રન્થિભેદ કરનારા સર્વ જીવોના અધ્યવસાયમાં તરતમતા હોય છે. તેથી તેને નિવૃત્તિકરણ પણ કહે છે.
અપૂર્વકરણવતા હતા
gorelds
૭૨)