SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદયસમયથી માંડીને એક આવલિકામાં ભોગવાય, તેટલા નિષકોને “ઉદયાવલિકા” કહે છે. અસત્કલ્પનાથી..... ઉદયાવલિકા = ર સમય માનવામાં આવે તો......... ચિત્રનં.૧૫માં બતાવ્યા મુજબ એ નામનો માણસ મનુષ્યગતિની અંતઃકો૦કો૦સા૦ = ૨૪૦ સમયની નિષેકરચનામાંથી નીચેથી ઉદયાવલિકા = ૨ સમય = ૨ નિષેકને મૂકીને, તેની ઉપરના ૩ થી ૨૪૦ નિષેકમાંથી કેટલાક દલિકોને પ્રયત્નવિશે ષથી ખેંચીને ઉદયાવલિકામાં નાંખીને ભોગવે છે. તેને મનુષ્યગતિની ઉદીરણા કહે છે. એ જ રીતે, માણસ- ને જે સમયે જેટલી પ્રકૃતિનો વિપાકોદય હોય છે, તેટલી પ્રકૃતિની ઉદીરણા થાય છે. અનુદયવતી પ્રકૃતિની ઉદીરણા થતી નથી...... ( ૭૫ વર્ષના આયુષ્યવાળા માણસ-૩૨ ને ૭૫ વર્ષના છેલ્લાસમય (મરણસમય) સુધી મનુષ્યાયુને છોડીને, મનુષ્યગતિ વગેરે વિપાકોદયવાળી કર્મપ્રકૃતિની ઉદીરણા ચાલુ હોય છે. મનુષ્યાયુની ઉદીરણા એક આવલિકાયૂન ૭૫ વર્ષ સુધી જ ચાલુ રહે છે. મનુષ્યાયુની છેલ્લી ઉદયાવલિકા બાકી રહે છે ત્યારે મનુષ્યાયુની ઉદીરણા થતી નથી કારણ કે મનુષ્યાયુની છેલ્લી ઉદયાવલિકા ઉપર મનુષ્યાયુનું કર્મદલિક જ હોતું નથી. તેથી મનુષ્યાયુની છેલ્લી ઉદયાવલિકા બાકી રહે છે. ત્યારે મનુષ્યાયનો ઉદય હોય છે પણ મનુષ્યાયની ઉદીરણા હોતી નથી. ૮. મતાંતરે :- વિપાકોદયવતી કર્મપ્રકૃતિના ઉદયાવલિકા ઉપરના નિષેકોમાંથી કર્મદલિકો ઉદય સમયમાં નાંખવા, તે ઉદીરણા કહેવાય છે. ૯. ઉદયાવલિકાની ઉપરના નિષેકમાંથી અમુક જ દલિકોને ઉપાડીને ઉદયાવલિકામાં નાંખે છે. કોઈપણ નિષેકમાંથી બધા જ દલિકોને ઉપાડીને ઉદયાવલિકામાં નાંખતો નથી. તેથી ઉદયાવલિકા ઉપરનું કોઈપણ નિષેક સંપૂર્ણ નાશ પામતું નથી. ૧૦. નિષેકરચનાના નીચેના ભાગમાંથી જેમ જેમ એક-એક સમયે ક્રમશઃ એક-એક નિષેકનું કર્મલિક ભોગવાઈને નાશ પામતું જાય છે. તેમ તેમ ઉદયાવલિકા ઉપર-ઉપર વધતી જાય છે. જેમકે મનુષ્યભવના પ્રથમ સમયે મનુષ્યગતિની ૧લા-૨જા સમયની ઉદયાવલિકા છે. બીજા સમયે રજા-૩જા સમયની ઉદયાવલિકા હોય છે. ત્રીજા સમયે ૩જા-૪થા સમયની ઉદયાવલિકા હોય છે. એ રીતે, આગળ સમજવું. (૫૨
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy