SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ એ જ રીતે, પંચેન્દ્રિયજાતિ વગેરે ૫૪ પ્રકૃતિનું ઉદયપ્રાપ્ત નિષેકનું કર્મદલિક વિપાકોદયથી અને બાકીની અનુદયવતી કર્મપ્રકૃતિનું ઉદયપ્રાપ્તનિષેકનું કર્મદલિક સજાતીય ઉદયવતીના ઉદયસમયમાં સ્તિબુસંક્રમથી સંક્રમાવીને પ્રદેશોદયથી ભોગવી રહ્યો છે. એ રીતે, માણસ- મનુષ્યભવના છેલ્લા સમય સુધી-૫૫, ક્યારેક-૫૬, ક્યારેક-૫૭, ક્યારેક-૫૮ કર્મપ્રકૃતિનું ઉદયપ્રાપ્તનિષેકનું કર્મદલિક વિપાકોદયથી અને બાકીની અનુદયવાળી કર્મપ્રકૃતિનું ઉદયપ્રાપ્ત નિષેકનું કર્મદલિક પ્રદેશોદયથી ભોગવીને નાશ કરે છે. જ્યારે માણસ-અ મરણ પામીને ૬ નામનો દેવ થાય છે. ત્યારે દેવના ભવમાં દેવગતિ, પંચેજાતિ, વૈક્રિયદ્વિક, ૧લું સંસ્થાન, શુભવિહાયોગતિ, પરાઘાત, ઉપઘાત, શ્વાસોચ્છ્વાસ, ત્રસચતુષ્ક, સુભગદુર્ભાગમાંથી-૧, સુસ્વર-દુઃસ્વરમાંથી-૧, આઠેય-અનાદેયમાંથી-૧, યશઅયશમાંથી-૧, (નામકર્મની-૧૭), મોહનીયની-૭, શાતા-અશાતામાંથી૧, દેવાયુષ્ય, ઉચ્ચગોત્ર.... એ ૨૭+૨૭ ધ્રુવોદયી=૫૪ પ્રકૃતિનું એકએક સમયે ક્રમશઃ એક-એક નિષેકનું કર્મદલિક વિપાકોદયથી ભોગવીને નાશ કરે છે અને બાકીની પ્રકૃતિનું એક-એક સમયે ક્રમશઃ એક-એક નિષેકનું કર્મદલિક પ્રદેશોદયથી ભોગવીને નાશ કરે છે. અસકલ્પનાથી..... ચિત્રનં.૧૩માં બતાવ્યા મુજબ દેવ-૪ દેવગતિની અંતઃકોકોસા ૨૪૦ સમયની નિષેકરચનામાંથી ઉદયપ્રાપ્ત પ્રથમ નિષેકનું કર્મદલિક વિપાકોદયથી ભોગવીને નાશ કરી રહ્યો છે. તે જ સમયે અનુદયવતી મનુષ્યાદિ-૩ ગતિનું ઉદયપ્રાપ્ત નિષેકનું કર્મદલિક ઉદયવતી દેવગતિના ઉદયસમયમાં સ્તિબુકસંક્રમથી સંક્રમાવીને પ્રદેશોદયથી ભોગવીને નાશ કરી રહ્યો છે. = ૭. માણસ-અ ને ભય-જુગુસ્સા-નિદ્રાનો વિપાકોદય ક્યારેક હોય છે, ક્યારેક નથી હોતો. એટલે ક્યારેક ૫૫ + ભયાદિ-૩માંથી-૧ ૫૬ પ્રકૃતિનો વિપાકોદય હોય છે. ક્યારેક ૫૫ + ભયાદિ-૩માંથી-૨ = ૫૭ પ્રકૃતિનો વિપાકોદય હોય છે. ક્યારેક ૫૫ + ભયાદિ-૩ ૫૮ પ્રકૃતિનો વિપાકોદય હોય છે. = ૪૮ =
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy