________________
શાતામાં પડીને, શાતા રૂપે બની રહ્યાં છે. તે સમયે શાતામાં સંક્રમથી આવેલા અશાતાના દલિકો જેટલા કાળ સુધી શાતાની નિષેકરચનામાં પડ્યા રહે છે તેટલા કાળ સુધી તે કર્મદલિકોની પરરૂપસત્તા (શાતારૂપે સત્તા) કહેવાય છે.
ચિત્રનં.૯માં બતાવ્યા મુજબ ઉદયવતી શાતાના ઉદય સમયમાં સ્તિબુકસંક્રમથી સંક્રમતું અશાતાના પ્રથમ નિષેકનું કર્મદલિક શાતારૂપે બની જવાથી, તે સમયે અશાતાના પ્રથમનિષેકની પરરૂપસત્તા હોય છે. સત્તાવિધિમાં ખાસ ધ્યાન રાખવું કે,
(૧) જ્ઞાનાવરણીયાદિ-૭ કર્મની નિષેકરચનાના નીચેના ભાગમાંથી ક્રમશઃ એક-એક સમયે એક-એક નિષેકનું દલિક ભોગવાઈને નાશ પામતું જાય છે અને ઉપરના ભાગમાં નિષેકરચના ઉપર વધતી જાય છે.
(૨) સાગરમાં સમાઈ જતી અનેક નદીની જેમ પૂર્વની નિષેકરચનામાં પછીની કર્મલતા સમાઈ જતી હોવાથી, દરેક નિષેકો કર્મદલિકોથી પુષ્ટ થતાં જાય છે. એટલે એક-એક નિષેકમાં અસંખ્યસમયનું બંધાયેલુ કર્મદલિક પડ્યું હોય છે. જેમ કે, ચિત્રનં.૫માં બતાવ્યા મુજબ હીરો-૬ (અનાદિએકેન્દ્રિય-૪)ને ૧લા નિષેકમાં દેશોન સાગરોપમ = ૨૭ સમયનું બંધાયેલું દલિક પડ્યું છે.
(૩) ચિત્રનં.૫માં બતાવ્યા મુજબ મિમોના અબાધાકાળ વખતે પણ પૂર્વબદ્ધઅનેકકર્મલતાના નિષેકમાં રહેલા કર્મદલિકો ફળનો અનુભવ કરાવી રહ્યાં છે. તેથી અનાદિ એકેન્દ્રિય-અને મિમોની અબાધાનો (અનુદય અવસ્થાનો) કયારેય અનુભવ થતો નથી. એટલે કે, પ્રતિસમયે મોહનીયકર્મને ભોગવી રહ્યો છે.
अ
મિમોની સ્થિતિસત્તામાંથી એક-એક સમયે ક્રમશઃ એક-એક નિષેકમાં રહેલું કર્મદલિક ભોગવાઈને નાશ પામી રહ્યું છે. એટલે જ્યાં સુધી સત્તામાં કર્મદલિકો હોય ત્યાં સુધી ઉદય ચાલુ રહે છે એટલે સત્તાવિધિ પછી ઉદયવિધિ કહી છે.
39