________________
સંક્રમણકરણથી અન્ય સજાતિયકર્મમાં રૂપાંતર ન થયાપ હોય, તો તે કર્મનો અબાધાકાળ પૂરો થયા પછી તે કર્મદલિકોનો ઉદય શરૂ થઈ જાય છે. તે વખતે જો તે કર્મના વિપાકોદયને યોગ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવહેતુ" મલી જાય, તો તે કર્મ જે સ્વભાવે બાંધ્યું હતું તે જ સ્વભાવે ફળનો અનુભવ કરાવતું હોવાથી, તે વ્યક્તિને જીભનો પેરેલીસીસ થાય. પણ જ્યાં સુધી વિપાકોદયને યોગ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવહેતુ ન મળે ત્યાં સુધી તે કર્મ પ્રદેશોદયથી ભોગવાય છે. એટલે જ્યાં સુધી તે કર્મ પ્રદેશોદયથી ભોગવાય ત્યાં સુધી તે વ્યક્તિને જીભનો પેરેલીસીસ થતો નથી. - જેમ મહાવીરસ્વામીએ મરિચીના ભવમાં કુલનો મદ કરતાં કરતાં નીચગોત્ર કર્મ બાંધ્યું. પછી તે દેવના ભવમાં ઉત્પન્ન થયા, ત્યાં નીચગોત્રકર્મના વિપાકોદયને યોગ્ય ભવહેતુ ન મલવાથી, તે કર્મ પ્રદેશોદયથી ભોગવાય છે. પછી તે બ્રાહ્મણકુળમાં જન્મ લે છે, તે વખતે નીચગોત્રકર્મના વિપાકોદયને યોગ્ય ભવહેતુ મળી જવાથી, તે કર્મ વિપાકોદયથી ભોગવાય છે. ત્યારબાદ દેવના ભવમાં ઉત્પન્ન થાય છે, ત્યાં નીચગોત્રકર્મના વિપાકોદયને યોગ્ય ભવતુ ન મલવાથી, તે કર્મ પ્રદેશોદયથી ભોગવાય છે. એ રીતે, જયારે નીચગોત્રકર્મ વિપાકોદયને યોગ્ય વ્યવહેતુ મલી જાય ત્યારે વિપાકોદયથી ભોગવાય છે અને જ્યારે નીચગોત્રકર્મ વિપાકોદયને યોગ્ય વ્યવહેતુ ન મળે ત્યારે પ્રદેશોદયથી ભોગવાય છે. અંતે છેલ્લા ભવમાં ૮૨ દિવસનું જે નીચગોત્રકર્મ બાકી રહી ગયેલું, તે દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં રહીને ભોગવે છે, એ જ રીતે, જે વ્યક્તિએ દેવ-ગુરુની નિંદા કરતાં કરતાં જીભનો પેરેલીસીસ થાય એવું અશાતાવેદનીયકર્મ જેટલી સ્થિતિવાળું બાંધ્યું હોય, તે
જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાંસુધી તે વ્યક્તિને જ્યારે તે કર્મના વિપાકોદયને યોગ્ય દ્રવ્યાદિ હેતુ મલી જાય ત્યારે જીભનો પેરેલીસીસ થઈ જાય અને જ્યારે તે કર્મના વિપાકોદયને યોગ્ય દ્રવ્યાદિ હેતુ ન મળે ત્યારે તે કર્મ પ્રદેશોદયથી ભોગવાય છે. તે વખતે જીભનો પેરેલીસીસ હોતો નથી... એટલે જે કર્મ જે સ્વભાવે બાંધ્યું હોય, તે કર્મ તે જ સ્વભાવે ભોગવાય એવો નિયમ નથી. ૧૫. જે કર્મનો નિકાચિતબંધ થયો હોય, તે કર્મમાં સંક્રમણાદિકરણોથી ફેરફાર થઈ શકતો નથી. ૧૬, જુઓ સકલકર્મક્ષયબોધપીઠિકામાં ઉદયવિધિ
ry To ૨૫૦
T
૨૫૮