________________
આયુષ્યકર્મની નિષેકરચના :- આયુષ્યકર્મ એકભવમાં એક જ વાર સતત અંતર્મુહૂર્ત સુધી બંધાયા કરે છે અને આયુષ્ય બાંધતી વખતે ચાલુ ભવનું જેટલું આયુષ્ય બાકી રહ્યું હોય તેટલી પરભવાયુની અબાલાસ્થિતિ હોય છે. એટલે જ્યારે જીવ પરભવાયુને બાંધવાની શરૂઆત કરે છે ત્યારે ચાલુભવના આયુષ્યની જેટલી સ્થિતિ બાકી હોય તેટલી સ્થિતિને (તેટલા નિષકોને) છોડીને, તેની ઉપર જ નવા બંધાતા આયુષ્યની સ્થિતિના પ્રથમ સમયથી છેલ્લા સમય સુધીની સ્થિતિમાં આયુષ્યકર્મના ભાગમાં આવેલા દલિકોને ગોપુચ્છાકારે (ક્રમશઃ વિશેષહીન) ગોઠવે છે. - જેમ કે, ૭૫ વર્ષના આયુષ્યવાળો એ નામનો માણસ, જ્યારે પોતાનું ૫૦ વર્ષનું આયુષ્ય ગયા પછી ૨૫ વર્ષનું આયુષ્ય બાકી રહે છે, ત્યારે ૨ સાગરોપમનું દેવાયુ બાંધવાની શરૂઆત કરે છે. તે વખતે દેવાયુના ભાગમાં જે કર્મલિકો આવે છે, તે દલિકોને મનુષ્યાયુની ૨૫ વર્ષની સ્થિતિસત્તા છોડીને, તેની ઉપર જ ૨ સાગરોપમના જેટલા સમય થાય તેટલા સમયમાં ગોપુચ્છાકારે ગોઠવે છે. અસત્કલ્પનાથી....
મનુષ્યાયુના ૨૫ વર્ષ = ૨૫ સમય દેવાયુના ૨ સાગરોપમ = ૬૦ સમય
માનવામાં આવે તો.... ચિત્રનં.૩માં બતાવ્યા મુજબ ૭૫ વર્ષના આયુષ્યવાળો 4 નામનો માણસ જ્યારે પોતાનું ૫૦ વર્ષનું આયુષ્ય ગયા પછી ૨૫ વર્ષ = ૨૫ સમયનું આયુષ્ય બાકી રહે છે. ત્યારે ૨ સાગરોપમ = ૬૦ સમયનું દેવાયુ બાંધે છે. તે વખતે દેવાયુના ભાગમાં જે કર્મલિકો આવે છે તે દલિકોને મનુષ્યાયના બાકી રહેલા ૨૫ વર્ષ = ૨૫ સમય = ૨૫ નિષેકને (દેવાયુની ૨૫ સમયની અબાધાને) છોડીને, તેની ઉપર ર સાગરોપમ = ૬૦ સમય સુધી ક્રમશઃ વિશેષહીન ગોઠવે છે. તે વખતે આ નામના માણસને દેવાયુની ૨૫ વર્ષ = ૨૫ - સમયની અબાલાસ્થિતિ હોય છે. અને દેવાયુની ૨ સાગરોપમ =