________________
ભવ કે પરભવમાં સુખ સામગ્રીની પ્રાપ્તિનું કારણ ધર્મ છે એવું સાંભળીને ભૌતિકસુખ સામગ્રીને મેળવવાની ઈચ્છાથી અભવ્ય ચારિત્ર લે છે. પ્રશ્ન : (૫૩) અભવ્યને ચારિત્ર પાલનથી શું લાભ થાય છે ? જવાબ :- અભવ્યનો આત્મા મુક્તિના અષપૂર્વક નિરતિચાર દ્રવ્યચારિત્રના પાલનથી “નવમા રૈવેયક” સુધી જઈ શકે છે. પ્રશ્ન : (૫૪) શાસ્ત્રમાં કહ્યું છે કે, છઘDાવસ્થામાં ભગવાન મહાવીર સ્વામીને ૧૨ા વર્ષના દીક્ષાપર્યાયમાં માત્ર બે ઘડી જ નિદ્રા આવી હતી. એટલે ભગવાન મહાવીર સ્વામી ૧૨ાા વર્ષમાંથી માત્ર અંતર્મુહૂર્તકાળ જ પ્રમત્તગુણઠાણે રહીને, બાકીનો બધો કાળ અપ્રમત્તગુણઠાણે રહેલા હોવાથી, અપ્રમત્તગુણઠાણાનો કાળ માત્ર અંતર્મુહૂર્ત જ કેવી રીતે ઘટી શકે ? જવાબ :-જેમ વ્યવહારનયથી નિદ્રા, વિકથા, કષાય વગેરે પરભાવદશા હોવાથી પ્રમાદ છે તેમ નિશ્ચયનયથી સંજ્વલનકષાયોદયને લીધે પરદ્રવ્ય પ્રત્યે લાગણી કે કરૂણા ઉત્પન્ન થવી, તે પણ પરભાવદશા હોવાથી, પ્રમાદ કહેવાય છે.
ભગવાનમહાવીરસ્વામીને છમસ્થાવસ્થામાં ૧૨ાા વર્ષમાંથી માત્ર બે ઘડી સિવાયના કાળમાં નિદ્રા ન આવવા છતાં પણ સંજવલનકષાયના ઉદયથી પદ્રવ્ય પ્રત્યે લાગણી કે કરૂણા ઉત્પન્ન થવાથી, પ્રમાદ આવી જતા અલ્પકાળ માટે પણ પ્રમત્તગુણઠાણે આવી જવાથી, અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત પ્રમત્ત-અપ્રમત્તનું પરાવર્તન થતુ હોવાથી, અપ્રમત્તગુણસ્થાનકનો કાળ ઉ0થી પણ માત્ર અંતર્મુહૂર્ત જ ઘટી શકે છે. પ્રશ્ન : (૫૫) વર્તમાનકાળમાં મહાન ગીતાર્થ સંવેગી આચાર્યભગવંતને ચાર કે પાંચ કલાક નિદ્રા લેવી પડે છે. તો તેમને પ્રમત્તગુણસ્થાનકનો કાળ માત્ર અંતર્મુહૂર્ત જ કેવી રીતે ઘટી શકે ? જવાબ :- વર્તમાનકાળમાં મહાનગીતાર્થ સંવેગી આચાર્યભગવંતોને વ્યવહારનયથી ૪ કે ૫ કલાકની નિદ્રા ચાલુ હોવા છતાં પણ નિશ્ચયનયથી આત્મજાગૃતિ રૂપ સ્વભાવદશા તરફ ઝૂકેલા હોય છે. કારણકે તેઓ નિદ્રાકાલે પણ વાસનાની વૃદ્ધિ ન થાય એ હેતુથી “કુક્કડી પાયપસારેણo” ગાથામાં કહ્યા મુજબ અંગોપાંગ સંકોચીને, વસ્ત્રાદિથી ઢાંકીને જ સૂવે છે. અને પડખુ ફેરવતી વખતે પણ પ્રાર્થના કરતા હોવાથી, નિદ્રામાં પણ આત્મજાગૃતિ ચાલુ હોય છે. તેથી તેઓ નિદ્રામાં પણ અપ્રમત્તગુણઠાણે આવી જાય છે.
૨૪૨