________________
તે ચારિત્ર સર્વવિરતિગુણઠાણે પ્રાપ્ત થાય છે. એટલે સર્વવિરતિગુણઠાણાથી નીચેના ગુણઠાણામાં રહેલા જીવોની જે ભાગવતી દીક્ષા છે, તે દ્રવ્યચારિત્ર કહેવાય છે.
મોક્ષાભિલાષી સંયમી મહાત્મા સર્વવિરતિથી નીચેના ગુણઠાણે હોય, તો પણ તેઓનું સંયમી જીવન ભાવચારિત્રનું કારણ હોવાથી, કારણમાં (દ્રવ્યચારિત્રમાં) કાર્યનો (ભાવચારિત્રનો) આરોપ કરીને કારણને = દ્રવ્યચારિત્રને પણ ઉપચારથી ભાવચારિત્ર કહી શકાય છે. પ્રશ્ન : (૪૯) ભાવશ્રાવક અને દ્રવ્યશ્રાવક એટલે શું ? જવાબ :- દર્શનમોહનીય અને અનંતાનુબંધી વગેરે ૮ કષાયના ક્ષયોપશમવાળા જીવને ભાવશ્રાવક કહેવાય છે. તેઓને દેશવિરતિગુણઠાણુ હોય છે અને દેશવિરતિગુણઠાણાની નીચેના ગુણઠાણામાં રહેલા જે જીવો અણુવ્રતાદિનું પાલન કરી રહ્યાં છે, તે દ્રવ્યશ્રાવક કહેવાય. પ્રશ્ન : (૫૦) જો દેશવિરતિ કે સર્વવિરતિ ગુણઠાણાની નીચેના ગુણઠાણામાં પણ દેવગુરુની સાક્ષીએ વિધિપૂર્વક અણુવ્રત કે મહાવ્રતનું ગ્રહણ કરીને દેશવિરતિધર્મ કે સર્વવિરતિધર્મનું પાલન કરી શકાય છે, તો દેશવિરતિધર્મવાળા શ્રાવકને દેશવિરતિગુણઠાણુ અને સર્વવિરતિધર્મવાળા સાધુને સર્વવિરતિગુણઠાણુ હોય છે. એવું કેમ કહી શકાય ? જવાબ :- શાસ્ત્રમાં કહ્યું છે કે, “ભવચક્રમાં જીવે દ્રવ્યથી અનંતીવાર શ્રાવકાદિપણું પ્રાપ્ત કર્યું છે.” આ ઉપરથી એવું નક્કી થયું કે, દેશવિરતિ કે સર્વવિરતિના પરિણામ વિના પણ અણુવ્રત કે મહાવ્રતના પાલનરૂપ વિરતિધર્મની પ્રાપ્તિ થઈ શકે છે એટલે દેશવિરતિ કે સર્વવિરતિ ગુણઠાણાની નીચેના ગુણઠાણામાં પણ અણુવ્રત કે મહાવ્રતના પાલનરૂપ વિરતિધર્મ હોય છે પણ વિરતિનો પરિણામ (ભાવ) હોતો નથી. તેથી ત્યાં ભાવશ્રાવકપણું કે ભાવચારિત્ર હોતું નથી પણ ભાવવિરતિના કારણભૂત વિરતિધર્મની ક્રિયાનું પાલન હોય છે. કારણકે દેશવિરતિ અને સર્વવિરતિ ગુણઠાણાની નીચેના ગુણઠાણામાં પણ જે જીવો મોક્ષાભિલાષી હોય છે. તેઓને “અણુવ્રત કે મહાવ્રતરૂપ વિરતિધર્મનું શુદ્ધચિત્તે પાલન કરતાં કરતાં અપ્રત્યાખ્યાનીયકષાયનો ક્ષયોપશમ થવાથી દેશવિરતિનો પરિણામ (ભાવ) ઉત્પન્ન થાય છે, તે વખતે તેઓ દેશવિરતિગુણઠાણાને પ્રાપ્ત કરે છે અને પ્રત્યાખ્યાનીયનો
૨૪૦.