________________
ઉદીરણાવિધિ
उदउव्वुदीरणा परमपमत्ताईसगगुणेसु ॥ २३ ॥ एसा पयडितिगुणा, वेयणिया- हार जुयलथीणतीगं । मणुयाउ पमत्तंता अजोगि अणुदीरगो भयवं ॥ २४ ॥ उदयवदुदीरणा परमप्रमत्तादिसप्तगुणेषु ॥ २३॥ एषा प्रकृतित्रिकोना वेदनीया - हारकयुगलस्त्यानर्द्धित्रिकम् । मनुजायुः प्रमत्तान्ता अयोग्यनुदीरको भगवान् ॥ २४॥ ગાથાર્થ :- ઉદયની જેમ ઉદીરણા જાણવી. પરંતુ અપ્રમત્તાદિ સાત ગુણઠાણામાં ઉદયથી ઉદીરણામાં ત્રણ પ્રકૃતિ ન્યૂન હોય છે. એટલે પ્રમત્તગુણઠાણાના અંતે બે વેદનીય, આહારકદ્ધિક, થીણદ્વિત્રિક અને મનુષ્યાયુની ઉદીરણાનો વિચ્છેદ થાય છે. તથા અયોગીકેવળી ભગવંત અનુદીરક હોય છે.
વિવેચન :- જે ગુણસ્થાનકે જેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય, તે ગુણસ્થાનકે તેટલી કર્મપ્રકૃતિની ઉદીરણા હોય છે. એટલે કે,
૧લા ગુણઠાણે ઉદય-ઉદીરણામાં ૧૧૭ કર્મપ્રકૃતિ હોય છે. ૨જા ગુણઠાણે ઉદય-ઉદીરણામાં ૧૧૧ કર્મપ્રકૃતિ હોય છે. ૩જા ગુણઠાણે ઉદય-ઉદીરણામાં ૧૦૦ કર્મપ્રકૃતિ હોય છે. ૪થા ગુણઠાણે ઉદય-ઉદીરણામાં ૧૦૪ કર્મપ્રકૃતિ હોય છે. પમા ગુણઠાણે ઉદય-ઉદીરણામાં ૮૭ કર્મપ્રકૃતિ હોય છે. ૬ઠ્ઠા ગુણઠાણે ઉદય-ઉદીરણામાં ૮૧ કર્મપ્રકૃતિ હોય છે.
અપ્રમત્તાદિ-૭ ગુણઠાણે ઉદય-ઉદીરણાની સંખ્યા એક સરખી હોતી નથી. કારણકે પ્રમત્તગુણઠાણાના અંતે થીણદ્વિત્રિક અને આહારકદ્વિકની ઉદય-ઉદીરણાનો અંત આવે છે. તેમજ અપ્રમત્તાદિ-૭ ગુણઠાણે વેદનીય અને મનુષ્યાયુની ઉદીરણાને યોગ્ય અધ્યવસાયો હોતા નથી. તેથી ત્યાં શાતા-અશાતા અને મનુષ્યાયુનો ઉદય હોય છે પણ ઉદીરણા હોતી નથી. એટલે પ્રમત્તગુણઠાણાના અંતે થીણદ્વિત્રિકાદિ-પનો ઉદયવિચ્છેદ થવાથી ૮૧માંથી ૫ કર્મપ્રકૃતિ ઓછી કરતાં અપ્રમત્તગુણઠાણે ૭૬ કર્મપ્રકૃતિનો
૧૯૦