SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ નામ-૩૯ + ગો ૧ + અંત૦પ = ૬૬ કર્મપ્રકૃતિ હોય છે. - અનિવૃત્તિગુણઠાણે પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, સંક્રોધ, સંવમાન અને સંવેમાયાનો ઉદયવિચ્છેદ થાય છે. કારણકે ક્ષપક અનિવૃત્તિગુણઠાણે સૂક્ષ્મસંલોભ સિવાયની ચારિત્રમોહનીયની સર્વકર્મપ્રકૃતિનો ક્ષય કરે છે અને ઉપશમક સૂક્ષ્મલોભ સિવાયની ચાવમો)ની સર્વકર્મપ્રકૃતિની સર્વોપશમના કરે છે. એટલે ૧૦મે ગુણઠાણે સૂક્ષ્મસંવલનલોભ સિવાયની ચારિત્રમોહનીયની કોઈપણ પ્રકૃતિનો ઉદય હોતો નથી. તેથી અનિવૃત્તિગુણઠાણે વેદત્રિક અને સંજવલનત્રિકનો ઉદયવિચ્છેદ કહ્યો છે. સૂક્ષ્મસંપરાયગુણઠાણે ૬૦નો ઉદય :- અનિવૃત્તિગુણઠાણે વેદ – ૩ અને સંવેક્રોધાદિ-૩ નો ઉદયવિચ્છેદ થાય છે. એટલે ૬૬માંથી ૬ ઓછી કરતાં ૬૦ પ્રકૃતિ સૂક્ષ્મસંપરાયગુણઠાણે ઉદયમાં હોય છે. જ્ઞા, દ0 વે) મો. આયુ0 ના ગોળ અં) કુલ | | | | | | | | | ૫ + ૬ + ૨ + ૧ + ૧ + ૩૯ + ૧ + ૫ = ૬૦ સંજવલનકષાય યથાખ્યાત ચારિત્રગુણનો ઘાતક છે. એટલે જ્યાં સુધી સૂક્ષ્મસંજવલન લોભનો ઉદય હોય ત્યાંસુધી યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થતું નથી. જ્યારે સંવેલોભનો ઉદયવિચ્છેદ થાય છે ત્યારે ઉપશમકને ૧૧મા ગુણઠાણે ઔપશમિયથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થાય છે અને ક્ષેપકને ૧૨મા ગુણઠાણે ક્ષાયિકયાખ્યાતચારિત્ર પ્રાપ્ત થાય છે એટલે સૂક્ષ્મસંપરાયગુણઠાણે સૂક્ષ્મસંજવલનલોભનો ઉદયવિચ્છેદ કહ્યો છે. ઉપશાંતમોહગુણઠાણે પ૯નો ઉદય : સૂક્ષ્મસંપરાયગુણઠાણે ઉદયમાં ૬૦ કર્મપ્રકૃતિ હોય છે. તેમાંથી સંજ્વલનલોભ ઓછો કરતાં, ૫૯ પ્રકૃતિ ઉપશાંતમોહગુણઠાણે ઉદયમાં હોય છે. જ્ઞા, દ0 વે) આયુ) નાવ ગોળ અં૦ કુલ | | | | | | | | | ૫ + ૬ + ૨ + ૧ + ૩૯ + ૧ + ૫ = ૫૯ ૧૮૩
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy