________________
અમ0કષાયનો ઉદય હોતો નથી એટલે સમ્યકત્વગુણઠાણાના અંતે અપ્રકષાયનો ઉદયવિચ્છેદ કહ્યો છે.
| કોઈપણ જીવને પરભવમાં જતી વખતે નિયમા અવિરતિ હોય 3. છે. કારણકે ૮ વર્ષની ઉંમર પછી કોઈપણ જીવ અણુવ્રતોનું કે મહાવ્રતોનું ( પચ્ચકખાણ કરી શકે છે, તે “યાવજીવ” સુધીનું જ હોય છે. તેથી દેશવિરતિધરને મરણ ન પામે ત્યાં સુધી જ દેશવિરતિ ગુણઠાણુ હોય છે અને સર્વવિરતિધરને મરણ ન પામે ત્યાં સુધી જ સર્વવિરતિ ગુણઠાણુ હોય છે. મરણ પામ્યા પછી પરભવમાં જતી વખતે પચ્ચખાણના અભાવે વિરતિ હોતી નથી. એટલે દરેક જીવો નિયમા અવિરત હોય છે. - એટલે કોઈપણ જીવને પરભવમાં જતી વખતે દેશવિરતિ વગેરે ગુણઠાણા હોતા નથી. તેથી દેશવિરતિ વગેરે ગુણઠાણે આનુપૂર્વનો ઉદય હોતો નથી. એટલે અવિરતિસમ્યગૂદષ્ટિ ગુણઠાણાના અંતે ચારે આનુપૂર્વીનો ઉદયવિચ્છેદ કહ્યો છે. | વૈક્રિયશરીર, વૈક્રિયઅંગોપાંગ, દેવગતિ, દેવાયુષ્ય, નરકગતિ, અને નરકાયુષ્ય... એ ૬ કર્મપ્રકૃતિને જીવ દેવભવ અને નરકભવમાં ભોગવી શકતો હોવાથી, તેનો ઉદય દેવ અને નારકીને હોય છે. તેઓ વધુમાં વધુ ચાર ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે છે. દેશવિરતિ વગેરે ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકતા નથી. તેથી દેશવિરતિગુણઠાણે દેવગતિ વગેરે ૬ કર્મપ્રકૃતિનો ઉદય હોતો નથી એટલે સમ્યક્ત્વગુણઠાણાના અંતે દેવગતિ વગેરે ૬નો ઉદયવિચ્છેદ કહ્યો છે. | દેશવિરતિ વગેરે ગુણઠાણે વિરતિનો સદ્ભાવ હોવાથી વિશુદ્ધિ ઘણી હોય છે. એટલે ત્યાં દૌર્ભાગ્ય, અનાદય અને અપયશકીર્તિ.....એ-૩ અશુભકર્મનો ઉદય હોતો નથી. તેથી સમ્યકત્વગુણઠાણાના અંતે દુર્ભાગાદિ૩ નો ઉદયવિચ્છેદ કહ્યો છે. દેશવિરતિગુણઠાણે ૮૭નો ઉદય :
સમ્યકત્વગુણઠાણાના અંતે અપ્રક્રોધાદિ ૧૭ કર્મપ્રકૃતિનો ઉદયવિચ્છેદ થાય છે. એટલે ૧૦૪માંથી ૧૭ પ્રકૃતિ ઓછી કરતા દેશવિરતિગુણઠાણે ૮૭ કર્મપ્રકૃતિ ઉદયમાં હોય છે.