SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) જે કર્મલિકોમાં જે સ્વભાવ ઉત્પન્ન થયો હોય, તે સ્વભાવ ઓછા કે વધારે (તીવ્ર-મંદાદિ) પ્રમાણમાં ફળનો અનુભવ કરાવશે ? એવું નક્કી થયું, તે “સબંધ” કહેવાય જેમકે, દુઃખદાયક સ્વભાવવાળા ૨000 કર્મદલિકો ય નામના માણસને ૧૦૪ ડીગ્રી તાવમાં પટકશે. એવો નિર્ણય થવો, તે “સબંધ” કહેવાય. . (૪) બંધ સમયે જીવ અનંતાનંત કર્મપુદ્ગલોને ગ્રહણ કરે છે તેમાંથી જુદા જુદા સ્વભાવવાળા કર્મદલિકોના જેટલા ભાગ પડે છે. તે દરેક ભાગને જે ચોક્કસ પ્રમાણમાં કર્મલિકો મળે છે. તે “પ્રદેશબંધ” કહેવાય. જેમકે, બંધ સમયે ૫ નામના માણસને ૧૦૪ ડીગ્રી તાવમાં ( ૨ દિવસ રાખનાર અશાતાવેદનીયકર્મના ભાગમાં ૨૦૦૦ દલિકો આવ્યા, - તે “પ્રદેશબંધ” કહેવાય. એ રીતે, કર્મબંધ - ૪ પ્રકારે થાય છે.... પ્રકૃતિબંધ :- અસત્કલ્પનાથી..... ચિત્રનં.૧ માં બતાવ્યા મુજબ મ નામના માણસથી ગ્રહણ કરાતાં ૧૦૦૦૦ દલિકોમાંથી ૨000 કર્મદલિકો અક્ષયસુખને ઢાંકે છે. તે દલિકો જ્યારે ઉદયમાં આવશે ત્યારે મ ને સુખ-દુ:ખમાં (તાવમાં) ધકેલી દેશે.... એ સુખ-દુઃખને આપવાના સ્વભાવવાળા કમંદલિકોનું નામ છે “વેદનીયકર્મ"..... (૨) ૧0000 દલિકોમાંથી ૧૫૦૦ દલિકો અક્ષયચારિત્રગુણને ઢાંકે છે. તે દલિકો જ્યારે ઉદયમાં આવશે ત્યારે ગ રાગ-દ્વેષમાં મુંઝાયા કરશે.... એ રાગ-દ્વેષમાં મુંઝવનારા કર્મદલિકોનું નામ છે “મોહનીયકર્મ”.... | (૩) ૧૦૦૦૦ દલિકોમાંથી ૧૨૦૦ દલિકો અનંતજ્ઞાનગુણને ઢાંકે છે. તે દલિકો જ્યારે ઉદયમાં આવશે ત્યારે મેં નામના માણસને અજ્ઞાની-મૂર્ખ બનાવી દેશે....... એ અજ્ઞાની-મૂર્ખ બનાવનારા કર્મદલિકોનું નામ છે “જ્ઞાનાવરણીકર્મ”..... | (૪) ૧0000 કર્મલિકોમાંથી ૧૨00 દલિતો અનંતદર્શનગુણને ઢાંકે છે, તે દલિકો જ્યારે ઉદયમાં આવશે ત્યારે નામના માણસને આંધળો, બહેરો, બોબડો બનાવી દેશે... એ આંધળો-બહેરોબોબડો બનાવનારા કર્મદલિકોનું નામ છે “દર્શનાવરણીયકર્મ”....
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy