________________
દેશવિરતિગુણઠાણે-૪નો બંધવિચ્છેદ :- જ્યાં સુધી જે કષાયનો ઉદય હોય ત્યાં સુધી તે કષાય બંધાય ( એવો સામાન્ય નિયમ છે. એટલે પાંચમા ગુણઠાણા સુધી પ્રત્યાખ્યાનીય કષાયનો ઉદય હોવાથી ત્યાં સુધી પ્રત્યાખ્યાનીયકષાય બંધાય છે. ત્યાર પછીના સર્વવિરતિ વગેરે ગુણઠાણે, પ્રત્યાખ્યાનીયકષાયનો ઉદય હોતો નથી કારણ કે તે સર્વવિરતિનો ઘાતક છે એટલે સર્વવિરતિગુણ પ્રાપ્ત થાય ત્યારે પ્રત્યાખ્યાનીયનો ઉદય વિચ્છેદ થઈ જાય છે. એટલે સર્વવિરતિ વગેરે ગુણઠાણે પ્રત્યાખ્યાન કષાય બંધાતો નથી એટલે દેશવિરતિગુણઠાણાના અંતે પ્રત્યાખ્યાનીયકષાયનો બંધવિચ્છેદ કહ્યો છે. પ્રમત્તગુણઠાણે-૬૩ નો બંધ :
દેશવિરતિગુણઠાણાના અંતે પ્રત્યાખ્યાનીયકષાયનો બંધવિચ્છેદ થવાથી ૬૭માંથી ૪ ઓછી કરતાં પ્રમત્તગુણઠાણે-૬૩ કર્મપ્રકૃતિ બંધાય છે.
જ્ઞા) દ0 વે) મો. આ૦ ના ગો અં૦ કુલ
GIRIGIGATIO
૫ + ૬ +૨ + ૧૧ + ૧ + ૩૨ + ૧ + ૫ = ૬૩ પ્રમત્તગુણઠાણે ૬ કે ૭ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ -
પ્રમત્તગુણઠાણાના અંતે શોક, અરતિ, અસ્થિર, અશુભ, અયશ અને અશાતાવેદનીય... એ ૬ નો બંધવિચ્છેદ થાય છે. અથવા શોકાદિ ૬ + દેવાયુ = ૭ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે.
શોક, અરતિ વગેરે ૬ કર્મપ્રકૃતિના બંધનું કારણ જીવની પ્રમાદ દશા છે. તે છઠ્ઠા ગુણઠાણા સુધી જ હોય છે. સાતમા ગુણઠાણે જીવ અપ્રમત્ત હોય છે. એટલે પ્રમત્તગુણઠાણાના અંતે પ્રમાદ દશાનો નાશ થવાથી શોક, અરતિ વગેરે ૬ કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થાય છે.
આયુષ્ય વિના જ્ઞાનાવરણીયાદિ-૭ કર્મો પ્રતિસમયે બંધાય છે. આયુષ્યકર્મ એક ભવમાં એક જ વાર માત્ર અંતર્મુહૂર્ત સુધી બંધાય છે. જે જીવ પ્રમત્તગુણઠાણે દેવાયુષ્યકર્મને બાંધવાની શરુઆત કરીને, દેવાયુને ૮. દેવગતિ + પંચેઈજાતિ + શ૦૩ (વે), તૈ0, કા0) + વૈ૦ અંગોપાંગ + પ્રથમસંસ્થાન + વર્ણાદિ-૪ ને શુભવિહા) + દેવાનુ0 = ૧૩ + પ્રવ૬ + ત્રસાદિ - ૧0 + અસ્થિર +, અશુભ + અયશ = ૩૨.
૧૬૦.