________________
સંપાદક
પૂ. આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વર મહારાજા વિરચિત કર્મસ્તવનું વિવેચન પરમાત્મકૃપા તથા પૂ. ગુરુદેવોની આશિષથી અભ્યાસુગણ સામે મૂકાઈ રહ્યું છે ત્યારે પ્રત્યક્ષ-પરોક્ષ રીતે અનેક પૂજ્યશ્રી સહાયક બન્યા છે. એ ઉપકારીઓનાં ઉપકારોનું સ્મરણ કેમ વિસરાય?
ઓ ઉપકારી ! સમરું ઉપકાર ! કરું ચરણે નમન હજાર ! * દિવ્યાશિષ દાતા યુગમહર્ષિ દાદા ગુરુદેવશ્રી ભદ્રસૂરિશ્વરજી મહારાજા... * સંયમના સોનેરી સ્વાંગ પહેરાવનારા પૂ. ગુરુદેવશ્રી ૐકારસૂરિ મહારાજા... * અપ્રમત્તયોગી... પરમનિઃસ્પૃહી પૂ. શ્રી અરવિંદસૂરિ મહારાજા... * અધ્યાત્મયોગી... ભક્તિયોગાચાર્ય પૂ. શ્રી યશોવિજયસૂરિ મહારાજા... સંશોધન પ્રેમી સાહિત્ય રસિક પૂ. શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજા...
વાચના, વ્યાખ્યાન, અધ્યાપન, ગ્રંથલેખનાદિ અનેક કાર્યોની વચ્ચે પણ સંપૂર્ણ મેટરને સૂક્ષ્મદ્રષ્ટિથી તપાસીને ક્ષતિ રહિત કરનારા પરમોપકારી પૂ. અભયશેખરસૂરીશ્વરજી મ.
આજીવન તપ-જપ-ભક્તિનાં ત્રિવેણી માં નાન કરીને આત્માને પ્રભુમય બનાવી અમને સૌને પ્રભુપંથના રાહી બનાવનાર પરમોપકારી પૂ. પિતાજી મુનિરાજ શ્રી ચંદ્રયશવિજયજી મ.
* લેખન કાર્યમાં-આર્થિક સહયોગાદિમાં તમામ જવાબદારી પોતાના શિરે લઈને આ કાર્યમાં સતત પ્રોત્સાહિત કરનારા બન્ધમુનિરાજ પંન્યાસ શ્રી ભાગ્યેશવિજયજી મ. સા. તથા મહાયશવિજયજી મ. સા....
* અનુપમઆરાધિકા પૂ. દાદીગુરુણીજી મનકશ્રી મ. સા. તથા વાત્સલ્યની ગંગોત્રી સમા પૂ. ગુરુણીજી સુવર્ણાશ્રીજી મ. સા. તથા પૂ. ગુરુમાતા શ્રી રમ્યગુણાશ્રીજી
મ. સા.
સર્વે પૂજ્યોના પાવન ચરણમાં ભાવભીની વંદનાવલિ...
મને ગ્રંથલેખનકાર્યમાં સતત સહાયક બનનાર સા.શ્રી હેમગુણાશ્રી, દિવ્યગુણાશ્રી, ભવ્યગુણાશ્રી, વિનયગુણાશ્રી, યશોધરાશ્રી, પરમરસાશ્રી, સૌમ્યગુણાશ્રી આદિ રમ્યરેણુ પરિવાર..
અમદાવાદ વાવપથકની વાડીના ટ્રસ્ટીનો સહયોગ તથા આ પુસ્તકને પોતાનું માનીને જરાય કંટાળ્યા વિના હસતાં હૈયે ઘણીવાર ઘણી ક્ષતિને સુધારીને યુવરાજ ઝાલા અને રાકેશ ભાવસાર પાસે કોમ્પ્યુટરમાં ચિત્રો તૈયાર કરાવીને આ પુસ્તકને સર્વાંગીણ સૌંદર્ય આપનારા ભરત ગ્રાફિક્સને કેમ ભૂલાય?
પુસ્તક લેખનમાં શ્રી વીતરાગદેવની આજ્ઞા વિરુદ્ધ લખાયુ હોય, તો મિચ્છામિદુઃક્કડમ્, અજ્ઞતા અને છદ્મસ્થતાદિને કારણે રહી ગયેલી ક્ષતિઓને વિદ્વાન પૂજ્યોએ સુધારવી... એ વિજ્ઞપ્તિ સાથે વિરમું છું.
કૃપાકાંક્ષી રમ્યરેણુ