SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ બિંધવિધિ પહેલા ગુણઠાણે કર્મપ્રકૃતિનો બંધ :अभिनव कम्मग्गहणं, बंधो ओहेणं तत्थ वीससयं । तित्थयरा-हारगदुगवजं मिच्छंमि सतरसयं ॥ 3 ॥ अभिनवकर्मग्रहणं बन्ध ओघेन तत्र विंशतिशतम् । तीर्थंकरा-हारकद्विकवर्जं मिथ्यात्वे सप्तदशशतम् ॥ 3 ॥ ગાથાર્થ :- નવાકર્મોનું ગ્રહણ કરવું, તે બંધ કહેવાય. તેમાં ઓથે (સામાન્યથી) ૧૨૦ કર્મપ્રકૃતિ હોય છે. મિથ્યાત્વગુણઠાણે તીર્થકર નામકર્મ અને આહારકદ્ધિક વિના ૧૧૭ કર્મપ્રકૃતિ બંધાય છે. - વિવેચન :- મિથ્યાત્વાદિ હેતુથી જીવ જે કાર્મણસ્કંધોને ગ્રહણ કરી રહ્યો છે, તે કાર્મણસ્કંધોનો આત્મપ્રદેશની સાથે દૂધ અને પાણીની જેમ અથવા લોખંડ અને અગ્નિની જેમ સંબંધ થાય છે, તેને કર્મબંધ કહે છે. ઓઘબંધ : ગુણસ્થાનક કે જીવાદિની વિરક્ષા કર્યા વિના સામાન્યથી બંધને લાયક ૧૨૦ કર્મપ્રકૃતિનું કહેવું, તે ઓઘબંધ (સામાન્યબંધ) કહેવાય. જ્ઞા, દ0 વે) મો૦ આ૦ ના ગો) અં) કુલ - ૫ + ૯ + ૨ + ૨૬ + ૪ + ૬૭૧ + ૨ + ૫ = ૧૨૦ મિથ્યાત્વે ૧૧૭ કર્મપ્રકૃતિનો બંધ : | બંધયોગ્ય ૧૨૦ પ્રકૃતિમાંથી મિથ્યાત્વગુણઠાણે તીર્થંકરનામકર્મ, આહારકશરીર અને આહારકસંગોપાંગ વિના ૧૧૭ પ્રકૃતિ બંધાય છે. જ્ઞા, દ0 વે) મોઆવે નાવ ગોળ અંતે કુલ ૫ + ૯ + ૨ + ૨૬ + ૪ + ૬૪૯ + ૨ + ૫ = ૧૧૭ મિથ્યાત્વગુણઠાણે તીર્થંકરનામકર્મ અને આહારકદ્ધિકનો અબંધ હોય છે. ૧. ગતિ - ૪ + જાતિ - ૫ + શરીર - ૫ + ઉપાંગ - ૩ + સં૦ ૬ + સંતુ ૬ + વર્ણાદિ - ૪ + વિહા-૨ + આનુ૦૪ = ૩૯ + પ્રત્યેક - ૮ + ત્રસાદિ - ૧૦ + સ્થાવરાદિ ૧૦ = ૬૭. (૧૫૩) - -૧૧
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy