SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષીણકષાયછદ્મસ્થવીતરાગગુણસ્થાનક જે જીવે મોહનીયકર્મનો સંપૂર્ણ નાશ કર્યો છે. તે ક્ષીણકષાયી કહેવાય છે. તથા રાગ-દ્વેષનો સંપૂર્ણ નાશ કરેલો હોવાથી વીતરાગી કહેવાય છે. પણ જ્ઞાનાવરણીયાદિ ઘાતકર્મનો ઉદય હોવાથી છઘWવીતરાગી કહેવાય છે. એ ક્ષીણકષાયછઘWવીતરાગી જીવોને જે ગુણસ્થાનક છે, તે ક્ષીણકષાયછઘસ્થવીતરાગગુણસ્થાનક કહેવાય. મોહરાજાની સાથે ભયંકર યુદ્ધ કરીને, વિજેતા બનેલો ક્ષીણમોહછબWવીતરાગી મહાત્મા અંતર્મુહૂર્ત વિશ્રામ લઈને, ૧૨મા ગુણઠાણાના ચરમ સમયે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મનો એક જ ઝાટકે ક્ષય કરી નાંખે છે. તે વખતે કેવળજ્ઞાન, કેવળદર્શન અને અનંતવીર્યાદિ ગુણો પ્રગટે છે.૩૫ - હવે જ્ઞાનાવરણીયાદિ ઘાતકર્મપ્રકૃતિનો ક્રમશઃ કેવી રીતે ક્ષય થાય છે ? એના માટે જુઓ ક્ષપકશ્રેણી........ ક્ષપકશ્રેણી | જેમાં અનંતગુણવિશુદ્ધ પરિણામની ધારાએ ચઢેલો જીવ ક્રમશઃ ઘાતી કર્મોનો સંપૂર્ણ ક્ષય કરે છે, તે ક્ષપકશ્રેણી કહેવાય. દર્શનસપ્તકનો ક્ષય :ક્ષપકશ્રેણીની શરૂઆત કરનારો સાધિક ૮ વર્ષની ઉંમરવાળો, પ્રથમસંઘયણી મનુષ્ય જ હોય છે. તે સૌ પ્રથમ ૪ થી ૭ ગુણઠાણામાંથી કોઈપણ ગુણસ્થાનકે અનંતાનુબંધી કષાયનો ક્ષય કરે છે. ત્યારબાદ ક્રમશઃ મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય અને સમ્યકત્વમોહનીયનો ક્ષય કરે છે. તે વખતે ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત થાય છે. ૩૩. નિશ્ચયનયની અપેક્ષાએ જે સમયે ઘાતી કર્મોનો માનશાનક સંપૂર્ણ ક્ષય થાય છે. તે જ સમયે કેવળજ્ઞાનાદિગુણો તે પ્રગટે છે અને વ્યવહારનયની અપેક્ષાએ જે ચિત્ત્વગુણસ્થાનક સમયે ઘાતકર્મ નો ક્ષય થાય છે. ( ત્યારપછીના સમયે કેવળજ્ઞાનાદિગુણો પ્રગટે છે. અયોગીકલીગુણસ્થાન) સયોગીકેવલીગુણસ્થાનક ક્ષીણમોહગુણસ્થાનક ઉપરાંતમોગુણસ પક સ્મ રંપરાય અરિ ગણે ચીન પ્રમત્તગુણસ્થાનક દેશવિરતિગુણસ્થાનક મિશ્રગુણસ્થાનક સારસ્વાતગુણસ્થાન) જિગ્યાવરણસ્થાનક ૧૮.
SR No.032406
Book TitleKarmstav Dwitiya Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherShahibaug Girdharnagar Jain S M P Sangh
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy