SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગિતા. - જૈનેતર વિદ્વાનના પ્રાકૃતિકાવ્યમાં કવિવત્સલ હાલની ગાથાસપ્તશતી, પ્રવરસેનનું સેતુબંધ (રાવણવહે), વાસ્ક્રપતિરાજને ગઉડવા તથા રાજશેખરનું કપૂરમંજરીસટ્ટક પ્રકાશમાં આવેલ છે; પરંતુ વાફપતિરાજનું મહુમહવિયય (મધુમથવિજય), આનંદવર્ધનની વિષમબાણલીલા, ભૂષણભટ્ટના પુત્રની લીલાવતીકથા એ વિગેરે કાળે પ્રકટ થતાં નવીન પ્રકાશ ફેલાશે. - જેમના દેશના પૂર્વજોની અને પૂની એ ભાષા હતી, જેમાં એ પૂર્વજોએ–પાપકારપરાયણ મહાવર્તમાનમાં પ્રાકૃત ભાષાની પુરુષોએ અમૂલ્ય ઉપદેશ આપ્યા હતા, જેમાં અગાધ ડહાપણભર્યું છે, વિવિધ કળાઓનું લેકવૃત્તાંતેનું કર્તવ્યાકર્તવ્ય પુરુષાર્થોનું જ્ઞાન આપ્યું છે, તે પ્રાકૃતભાષા-સાહિત્યની ઉપયોગિતા તેમના વારસો સમજે–સમજવા ઉત્સાહ ધરાવે તે પહેલાં જર્મની, યૂરેપ વિગેરે દૂર દૂરના દેશોના-વિદેશેના ઉત્સાહી વિદ્વાનોનું ધ્યાન તે તરફ ખેંચાયું છે. આર્યાવર્તની પ્રાચીન અપરિચિત ભાષા અને લિપિ જ્ઞાન મેળવવા તેઓએ વર્ષોથી ઝુકાવ્યું છે, તેના પરિણામે તેમના પ્રશંસનીય પ્રયત્નોથી કેટલાંક જેન સિદ્ધાંતસૂત્ર અને અન્ય પ્રાકૃત ગ્રંથે મૂળરૂપે કે અનુવાદરૂપે તેમની દેશભાષામાં અને તેમના દેશની લિપિમાં ઉંધ શેખેળપૂર્વક પ્રસિદ્ધ થઈ ગયા છે. સુપ્રતિષ્ઠિત વયેવૃદ્ધ ડૉ. હર્મન જેકેબી, મહેમ ડૉ. હર્નલ, પ્ર. લ્યુમેન, ડૉ. મિશેલ, ડૉ. કાવેલ, ડૉ. વેબર, પ્ર. શુબિંગ, ડૉ. કિરહેલ વિગેરેનાં સંશોધન-સંસ્કરણે અને ઉત્સાહભર્યા પ્રયત્ન જોતાં આપણે તેમને ધન્યવાદ આપવા
SR No.032396
Book TitlePrakrit Bhashani Upayogita
Original Sutra AuthorN/A
AuthorLalchandra B Gandhi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1932
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy