SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગિતા. ૩૫ પ્રકાશ, હૃષીકેશે પ્રાકૃત વ્યાકરણ, માર્કંડેયે પ્રાકૃતસર્વસ્વ, ક્રમદીશ્વરે સંક્ષિપ્તસાર પ્રાકૃત વ્યાકરણ, લહમીધરે ષડ્રભાષાચંદ્રિકા જેવા વ્યાકરણ ગ્રંથ રચ્યા છે, અને જેમાં ચંડનું પ્રાકૃતલક્ષણ, ત્રિવિક્રમદેવનું પ્રાકૃતાનુશાસન વિગેરે મળી આવે છે. તેમ છતાં ગુજરેશ્વર સિદ્ધરાજ જયસિંહની અભ્યર્થનાથી સુપ્રસિદ્ધ જૈન વિદ્વાન્ હેમચંદ્રાચાર્યે રચેલા સિદ્ધહેમશબ્દાનુશાસનના આઠમા અધ્યાય( પ્રાકૃત વ્યાકરણ )ની સંકલના બહુ ધ્યાન ખેંચે તેવી અને પ્રાકૃત વિગેરે ભાષાઓનું સરલતાથી વિસ્તૃત જ્ઞાન કરાવે તેવી છે. તેમાં અનુક્રમે સંધિ સ્વરેના આદેશે, વ્યંજનના આદેશ, સંયુક્ત વ્યંજનના આદેશે, અવ્યયે, શબ્દોનાં રૂપે, ધાતુઓનાં રૂપે, દેશે, શરસેની, માગધી, પિશાચી, લિકાપિશાચી અને અપભ્રંશ ભાષાની વિશેષતાઓ સુગમતાથી સમજાવી છે. અને તે જ્ઞાનને પરિપકવ કરાવવા, આદિથી અંત સુધીનાં દરેક સૂત્રોનાં અનુક્રમે ઉદાહેરણ પ્રત્યુદાહરણોની ચેજના કરી પ્રાકૃત દ્વયાશ્રયમહાકાવ્ય (કુમારપાલચરિત)ની રચના કરી પ્રાકૃત ભાષાના અભ્યાસીઓ પર મહાન ઉપકાર કર્યો છે અને બીજી રીતે પાટણ(ગુજરાત)ના પરમાર્હત ચાલુક્ય ભૂપાલ કુમારપાલના પવિત્ર ચરિત્રથી પણ આપણને પરિચિત કર્યા છે. - વર્ણથી બ્રાહ્મણ, પણ પાછળથી જૈનધર્મ સ્વીકારનાર મહા કવિ ધનપાલની પાઈએલચ્છીનામમાલા, પ્રાકૃત કેશો. પ્રાકૃતકાવ્યોમાં આવતા શબ્દના જ્ઞાન | માટે સંક્ષિપ્ત પણ ઉપયેગી સાધન છે. દેશી શબ્દના જ્ઞાન માટે શ્રીમદ્ હેમચંદ્રાચાર્યો દેશીનામમાલાની ક્રમસર સંકલના કરેલી છે. એ સિવાય આધુનિક કેશમાં
SR No.032396
Book TitlePrakrit Bhashani Upayogita
Original Sutra AuthorN/A
AuthorLalchandra B Gandhi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1932
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy