SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ સાગર તે પછી ત્રિશલાજીએ ભગવાન ગર્ભમાં સ્થિર રહીને પછી ચાલ્યા ત્યારે પિતાને ત્રિભુવનમાન્યપણું અને ભાગ્યશાલીપણું જણાવ્યું છે તે અભિમાન કેમ ન ગણાય ? સમાધાન-ત્રિશલાજીએ ત્રિભુવન માન્યપણું આદિ કહ્યું છે કે પિતાના કુલની ઉત્તમતા કે બીજાના કુલની અધમતા માટે નથી પણ ગર્ભના સ્થિરપણાની વખતે થયેલા શાકના બદલા તરીકે છે, અર્થાત તે માત્ર પિતાને ઈદ-વિગ થયું નથી, પણ ઈષ્ટ સંબંધ ચાલુજ છે એમ જણાવવા પૂરતું જ છે. પ્રત્રન ૮૨૭–મરીચિને પણ શ્રી ત્રિશલાજી માફક ઈષ્ટ સંબંધ જણાવવાનું જ થયું છે પણ અભિમાન નથી થયું એમ કેમ ન ગણવું? સમાધાન-પ્રથમ તે અધ્યવસાયને જાણનાર એવા સર્વજ્ઞ ભગવાનેએ મરીચિના પરિણામ અભિમાનના અને શ્રી ત્રિશલાજીના પરિણામ અભિમાન વગરના દેખ્યા છે. વળી મરીચિ શ્રી ભરત મહારાજના મુખે પિતાનું ચક્રવર્તીપણું આદિ સાંભળીને ખુણામાં હતા ત્યાંથી સભા વચ્ચે આવીને ત્રિપદી ફોટ કરી અભિમાન કર્યું છે. એ વાત સમજાય તે અભિમાન અને હર્ષ એ બંને જુદા સ્પષ્ટપણે સમજાશે. પ્રશ્ન ૮૨૮-પહેવા અને છેલા જિનેશ્વરના શાસનમાં જ છેદેપસ્થાપનનીય ચારિત્ર હોય કે બીજા તીર્થકરોના શાસનમાં પણ છેદેપથાપનીયચારિત્ર હોય ? સમાધાન-પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનના સાધુઓમાં તે પસ્થાપનીયચરિત્ર હેયજ અને દીક્ષા પર્યાયની ગણત્રી પણ છેદોપસ્થાપની ચારિત્રથીજ થાય. ભગવાન અજિતઆદિ બાવીશ જિનેશ્વરના શાસનમાં સાધુઓને સામાયિકારોપણથી દીક્ષા પર્યાય ગણાતો હતો. મતલબ એ છે કે નિરતિચાર એવા ચારિત્રના પર્યાયને છેદ, આદિ અને અંત્ય જિનેશ્વરના શાસનમાં હેય. પણ સાતિચારપણાને અંગે ચારિત્રને પર્યાય છે તે સર્વ તીર્થકરના શાસનમાં હવામાં શાસ્ત્રબાધ નથી.
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy