SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર કરવા આદિનો અભિગ્રહ ઠીક ગણાય. પણ શત્રુની દીક્ષાને અંગે અનુમતિ હેય નહિ અને જરૂર પણ ન હોય તો તેનાં અભિગ્રહની જરૂર શી? પણ આ વિચાર કરવા પહેલાં વ્યાવહારિક લકવૃત્તિ કરતાં પણ રાજવૃત્તિ જૂદી ચીજ છે ગામ અને દેશ લૂંટયાં હોય અનેક વિશ્વાસઘાતના કાર્યો કર્યા હોય, અનેક વહાલામાં વહાલા ગણેલા કુટુંબીઓ કે અન્ય મનુષ્યોને માર્યા હેય, તે પણ તેના વિરોધને વોસિરાવવો વરવાળાની વૃત્તિને દાબી દેવી, કરેલા નુકસાનને ખમી ખાવું, આબરૂ અને આજ્ઞા ખંડનના ઘાને પણ ન થયો ગણ એટલું નહિ પણ તેવા મનુષ્યના આ દીક્ષાના કાર્ય ને અનુમોદવું અને અનુમતિ આપવી એ ઘણી જ મુશ્કેલ લાગે. બાહુબલજીની દીક્ષા વખતે ભરત મહારાજના ઉગારે ખરેખર તે દિશાને સૂચવે છે. માટે મિત્ર કરતાં પણ રાજવીઓને શત્રુઓની દીક્ષાની અનુમોદના અને અનુમતિ બહુ મુશ્કેલીવાળી છે. વળી અભિગ્રહ કરવાથી અવિરતિ ઓળંગાતી નથી. ગુરૂ અને દેવના વૈયાવૃત્યનો તે સમ્યગ્દષ્ટિને નિયમ હોયજ. ખુદ કૃષ્ણમહારાજે ચેમાસામાં ધર્મ કાર્ય સિવાય બહાર નિહિ નીકળવાનો નિયમ લીધો અને પાલ્યો છે છતાં તે અવિરતપણું છે. એ હિસાબે તેઓએ અણુવ્રત નહિ ઉચ્ચરેલાં હોવાથી એવા અભિગ્રહ છતાં અવિરતસમ્યગદષ્ટિ ગુણઠાણેજ ગણાય છે. એક વાત એ પણ આ રથાને વિચારવાની છે કે શાસ્ત્રકારો અનુમતિની જરૂર માત્ર સોલ વર્ષની વય સુધીજ ગણે છે, તો મિત્ર કે શત્રુપણને સંબંધ તો તેથી અધિક ઉમ્મરવાળાને અંગેજ હોય તો તેમાં પ્રતિબંધ કે અનુમતિને સ્થાન જ ક્યાં છે? પણ માતાપિતાને અંગે અનુમતિની જરૂર સોલ વર્ષ સુધીની છતાં રોજાનું સ્વામીપણું તેના રાજ્યની હદમાં રહે છે, અને તેની હદમાં તેની મરજી વિરૂદ્ધ કરવામાં અદત્ત ગણવામાં આવે છે, અને એજ કારણથી શ્રાવકના ત્રીજા વ્રતના અતિચારોમાં ચોરપ્રયોગ વિગેરે અતિચારો કહ્યા છતાં વિરૂદ્ધ રાજ્યતિક્રમણને અતિચાર ગણે એ અપેક્ષાએ શ્રીઆર્યરક્ષિતસૂરિજીની દીક્ષા રાજાના ભયથી અન્યત્ર જઇને કરવામાં આવી તેથી પણ શિષ્યનિષ્ફટિકાના દોષવાળી ગણાઈ છે.
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy