SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન ૧૭ પ્રથમ તિથિમાં તે પર્વની તિથિના પ્રવેશનું આરાધ્યપણું નહિ ગણવા માટે છે. અર્થાત બીજ આદિને દિવસે સૂર્યોદય પછી બીજ ઘડી, બે ઘડી હેય અને પછી અવન ઓગણસાઠ ઘડી ત્રીજ વિગેરે હોય છતાં બીજની તિથિ વિગેરેમાં સૂર્યોદય થયો માટે તે આખી તિથિ બીજ આદિ તરીકે ગણાય. વળી એકમ વિગેરેની તિથિએ એકમ વિગેરેની તિથિ માત્ર ઘડી, બે ઘડી હોય અને બીજા વિગેરે અવિન ઓગણસાઠ ઘડી હોય તો પણ તેને એકમ તરીકે જ ગણાય, આટલા માટે જ જે તિથિમાં સૂર્યોદય થાય તેજ તિથિ વ્રત પચ્ચખાણ વિગેરેમાં પ્રમાણભૂત ગણાય, એમ જણાવેલ છે, પણ “સુર્યોદયવાળી તિથિજ પ્રમાણુ ગણવી’ આ નિયમ તિથિની હાનિ કે વૃદ્ધિને અંગે લાગુ પાડી શકાય જ નહિ, કારણ કે પર્વ તિથિનો ક્ષયજ ત્યારે હોય કે જ્યારે તેમાં સૂર્યોદય હાય જ નહિ, માટે ક્ષયના સ્થાને સૂર્યોદયવાળી તિથિ લેવી, એમ કેઈપણ બુદ્ધિમાન કહી શકે નહિ. પર્વના (૫ર્વતિથિના) ક્ષય-પ્રસંગે તો માત્ર તે પર્વતિથિનો ભોગવટોજ લેવાય અને તેથીજ “ પૂર્વી તિથિઃ ' એમ કહેવાય છે. વળી પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે તો તે બંને તિથિઓમાં સૂર્યોદય હોય છે, અને બે સૂર્યોદયને ફરસનારીજ તિથિને વધેલી તિથિ ગણાય છે, તે તેવી વધેલી તિથિમાં સૂર્યોદયવાળી તિથિનો નિયમ રહી શકે નહિ, પણ જેમ દરેક તિથિઓમાં તિથિઓના બેગવટાની ઘડીને હિસાબ નહિ લેતાં સૂર્યોદયને હિસાબ લઈ તત્ત્વથી પૂર્ણતાવાળી જ તિથિને આરાધ્ય ગણી તેવી રીતે વધેલી તિથિમાં પણ પૂર્ણતાવાળી તિથિ બીજ હાય માટે સૂર્યોદયના નિયમને ધ્યાનમાં રાખી બીજી તિથિજ વૃદ્ધિમાં આરાધ્ય ગણાય તે સ્વાભાવિક જ છે. પ્રશ્ન ૯૭૮-લે કરીતિએ દીવાળી કરવી એવી કહેવતને અનુસરીને દિવાળી કરતાં લૌકિક દીવાળીને દિવસે અમાવાસ્યા અને સ્વાતિ નક્ષત્ર જે ભગવાન મહાવીર મહારાજના નિર્વાણ કલ્યાણકની તિથિ તથા નક્ષત્ર છે તે બેમાંથી એક પણ ન આવે તેનું કેમ? - સમાધાન-ત્રિલોકનાથ શ્રીતીર્થકરભગવાનની આરાધના માત્ર તે તે
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy