SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન ૧૩ કરતાં અસંખ્યગુણ નિર્જરા માન્યા વગર રહે નહિ. કદાચ કહેવામાં આવે કે અનંતના વિયોજકમાં કહેલું ક્ષપણુ ક્ષાયિક માટે લેવું ને ઉપશમ ઉપશમણિવાલા “ઔપશમિક માટે લેવું તે તેમ કહેનારની અજ્ઞાનતા છે, કેમકે પ્રથમ તો સામાન્યથી જ અહીં અનંતાનુબંધીનું ક્ષપણુ અને ઉપશમન લીધું છે. પણ આગળની પાંચમી શ્રેણિમાંदर्श नमोहक्षपक इति दर्शनमोहः अनन्तानुबन्धिनश्चत्वारः सम्यक्त्वमिथ्यात्वतदुभयानि च, अस्य सप्तविधस्य दर्शनमोहस्य क्षपकः' એમ કહી દર્શન મેહક્ષપકને અનન્તાનુબંધી ચાર ને દર્શન મોહનીયનું ત્રિક એમ સાતેને ખપાવનાર ગણું ક્ષાયિક સમ્યકત્વવાળાની તો શ્રેણી પાંચમીજ રાખી છે. આવો સ્પષ્ટ પાઠ જે ન સમજે અને શ્રાવક કરતાં સમ્યક્ત્વ પામનાર અસંખ્ય ગુણ નિર્જરાવાળા કેમ હેય? એમ અશ્રદ્ધા કરે અને કરાવે ને અભિનિવેશથી જ તે હકીક્ત હેવાથી તત્વાર્થની ટીકાની વાત છેડી તેનું સમાધાન આપ્યા સિવાય અણસમજપણે આચારાંગની ટીકાને વળગે તેની ગતિ શ્રી કેવલીમહારાજજ જાણે પ્રશ્ન ૭૭૦-અભિમુખ કર્વન અને કૃતને અસંખ્ય ગુણ નિર્જરાવાળા ગણે છે. એ હિસાબે ઔપથમિક અને ક્ષાયિક સમ્યકત્વને પામેલા આગલની શ્રેણી કરતાં અસંખ્યાતગુણ નિર્જરાવાળાં થાય તે પછી સમદષ્ટિની શ્રેણી પહેલી કેમ ગણી ? સમાધાન-જેમ પ્રવજ્યા લેતી વખત શાસ્ત્રકારો અપ્રમત્ત દશા અને ઉત્તમ પરિણતિ જણાવે છે. પણ તેની તે દશા અને પરિણતિ આખા પર્યાયમાં ન હોય તેમ અભિમુખાદિ દશામાં આસનને અંગે તેવી સાધુ કરતા અસંખ્યગુણી નિર્જરાની સ્થિતિ છતાં ચોથા ગુણઠાણાના આખા ક્ષાયિક સમ્યકત્વના કાલની તેવી સ્થિતિ ન હોય તેથી તે પહેલી શ્રેણીમાં હોય તે ગેરવ્યાજબી ન ગણાય. * પ્રશ્ન ૭૭૧–પંચનિર્ચથી પ્રકરણ ગાંધી મફતલાલ ઝવેરચંદ તરફથી
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy