SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ સાગર કથન હેવાથી સુપાર્શ્વ કે જે ભગવાન મહાવીર મહારાજના સગા કાકા થાય અને જેને અંગે શ્રીકલ્પમૂત્ર વિગેરેમાં “પિતિન્નઈ સુપાશે” એમ કહેવામાં આવે છે તે તે વખતે હયાત હતા અને તેમની પણ આજ્ઞા ભાગવામાં આવી. આ પ્રશ્ન ૧૧૪૭- ભગવાન મહાવીર મહારાજને દીક્ષા લેતાં બે વરસ રેકવાનું એકલા નંદિવર્દાનજીએ જણાવ્યું કે આખા કુટુંબે જણાવ્યું ? સમાધાન-આવશ્યકચૂર્ણિમાં ઉતા તાળ વિગતો મળતિ” એવું કહેલ છે. તેથી સ્પષ્ટ સમજાય છે કે માતાપિતાના કાલધર્મ પછી એકલા નંદિવર્ધનછનાજ આગ્રહથી બે વસ રહેવાનું થયું છે એમ નહિ, પરંતુ આખા કુટુંબના મનુષ્યના આગ્રહથી બે વર્ષ રહેવાનું થયું છે. પ્રશ્ન ૧૧૪૮-શ્રમણ ભગવાન મહાવીર મહારાજે શ્રીનંદિવર્ધન વિગેરે આખા કુંટુંબને જે બે વર્ષ રહેવાની કબુલાત આપી તે બે વર્ષમાં ભગવાન મહાવીર મહારાજા કેવી રીતે વર્યાં ? સમાધાન-શ્રીઆવશ્યકચૂર્ણિકાર મહારાજ જેઓ પ્રસિદ્ધિએ કરીને જિનદાસગણિમહત્તર છે એમ કહેવાય છે તેઓ તે બાબતમાં નીચે પ્રમાણે જણાવે છે। जति अप्पच्छ देण भोयणादिकिरिय करेमि, ताहे समस्थित अतिशयरूवपि ताव से कंचि कालं पासामा, एवं सय निक्खमणकाल णच्चा अवि साहिए दुवे वासे । सीतादगमभोच्चा णिक्खते, २ अप्फासुग आहारं ३ राइभत्तं च अणाहारे तो ४ बभयारी ५ असं जमवाचाररहितो ठिओ, ६ ण य फासुगेणवि पहातो, हत्थपादधोवणं तु फासुगेण आयमण च।.... માવાઈ: તમારી તરફથી બે વર્ષ રહેવાની વિનંતિને સ્વીકાર કરૂં કે જે મહને પિતાની ઈચ્છા પ્રમાણેજ ભેજનાદિક ક્રિયા કરવાનું થાય. - આવા કથનના ઉત્તરમાં કુટુંબીજનોએ જણાવ્યું કે તે હમારે કબુલ છે, અર્થાત તમારી ઈચ્છાએ ભોજનાદિક ક્રિયા તમે કરજે. તેમાં
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy