SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧૬ પ્રશ્ન ૧૧૨૫–શ્રીનિશીથંચૂર્ણિમાં વારા માત્તા #લ્લ વળિયક્ષ નત્યિ પરિમા” આવા જણાવેલ વાક્યથી ચોમાસા સિવાય એકલા ઊનના વસ્ત્રને વાપરવાનું નથી એમ સ્પષ્ટ જણાય છે તો પછી બારે માસ એકલા ઊનના વાને વાપરવામાં પ્રાયશ્ચિત્ત છે એમ કેમ કહેવાય ? . સમાધાન–પ્રથમ શ્રીનિશીથચૂર્ણિકારમહારાજ શ્રીનિશીથભાષ્યની ગરમાળ” એ ગાથાની વ્યાખ્યામાં એકલા સુતરના કપડાને ઓઢવાને વિધિ જણાવી એકલા ઊનના કપડા (કાંબળી) ને ઓઢવામાં પ્રાયશ્ચિત્ત જણાવે છે એ એફખું છે એટલે એકલું ઊનનું વસ્ત્ર એટલે કામળી. એકલી ઓઢાય નહિ એ દેખું છે. વળી જે નિશીથચૂર્ણિને પાઠ ઉપર આપે છે તેમાં વાસત્તાને અર્થ વર્ષાઋતુ એ જે કરવામાં આવ્યા છે તે ખોટો છે. એ વાસત્તા'ને અર્થ વર્ષોત્રાણ એટલે વરસાદથી બચાવનાર એટલે કાંબળી થાય છે. વળી વાસત્તા” ઈત્યાદિ વાક્યની પહેલાં qરિમેને વિશ્વાસે જિન્નતિ અર્થાત સુતર અને ઊનના વસ્ત્રના પરિ. ભોગમાં એટલે વાપરવામાં વિધિનું ઊલટાપણું ન કરવું એમ જણાવેલ છે તેથી આ વાસત્તાનું વાક્ય અવિધિના સંભવને કે વિધિના વિપર્યાસને જણાવનાર છે અર્થાત સૂત્રના બે કપડા અને ઊનનું એક વસ્ત્ર કાંબળી રૂ૫ લેવાનું હોવાથી કાંબળી સિવાય બીજા એકલા ઊનના વસ્ત્રોને પરિભોગ નથી એટલે એક કાંબળી જ ઊનની છે અને તેને એકલી વાપરવામાં આવે તો વિધિને વિપર્યાસ થયો કહેવાય અને એ જ કારણથી એકલી કાંબળીને ઓઢવામાં ભાષ્ય અને ચૂર્ણિમાં પ્રાયશ્ચિત્ત જણાવેલાં છે. વાસ ના વાક્યથી જે ચોમાસામાં એલ્લી કબળી ઓઢવાનું જણાવવું હોત તો અવિધિપરિભાગના નિષેધમાં લેત નહિ. તેમજ “વાસાયું વાસતા # રમુજ એમ સરલપણે જ કહેત એટલું નહિ, પરંતુ ઊનના વસ્ત્રને એકલું ઓઢવામાં પ્રાયશ્ચિત્ત જણાવતા ભાષ્યકાર અને ચૂર્ણિકાર “વાસાવાર” અથવા “વાસં મોજૂળ' એમ લખત. પ્રશ્ન ૧૧૨૬-ઊનનું વસ્ત્ર એકલું ન વાપરવું. પણ સુતરના કપડા સાથે જ વાપરવું એવા અક્ષર કઈ પ્રWકારે કહ્યા છે.
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy