SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ સમાધાન ઈને તેની જરૂર રહે તેમાં તે આશ્ચર્યજ શું? (આ) મરૂદેવમાતા અનાદિવનસ્પતિમાંથી આવેલાં હતાં એટલે તેઓને પૂર્વભવનાં ચીકણું અને દીર્ઘકાળનાં લાંબાં કર્મો ન હોય તે સ્વાભાવિક છે, પરંતુ એવા અનાદિવનસ્પતિમાંથી એકદમ મનુષ્યપણામાં કે જુગલીયાપણુમાં નહિં આવેલા જીવોને ભારે કમપણું હેવાનું સહેજે સંભવિત ગણાય, છતાં તેવા છો વ્યવહારચારિત્રને મોક્ષનું કારણ ન માને તો ગાયના શકુનનું ફલ ગધેડે લેવા ગયો એમ કહેવું પડે. () મરૂદેવા માતા પણ જીનેશ્વરભગવાનની સામા ગયા એ પણ ક્રિયાજ ગણાય. (ઈ) મરૂ દેવામાતાને જે કેવળજ્ઞાન થયું છે તે ભગવાનની સમવસરણાદિ ઋહિના વિચારને અંગેજ થયેલું છે, એ જાણનારો મનુષ્ય વ્યવહારને કેમ લેપી શકે ? (ઉ) મરૂદેવા માતાને સર્વવિરતિરૂપ વ્યવહારચારિત્ર નથી આવ્યું છતાં ભાવથી મોક્ષે ગયા છે એ બનાવ આશ્ચર્ય રૂ૫ છે, એ વસ્તુ શ્રીહરિભદ્રસુરિજીમહારાજ પંચવસ્તુમાં સ્પષ્ટપણે જણાવે છે તો તેવા આશ્ચર્યને આગળ કરી વ્યવહારચરિત્ર મોક્ષનું કારણ નથી એમ ગણનાર કે માનનાર શાસ્ત્ર કે શાસનને ભાન નથી એ ચોક્કસ છે આ પ્રશ્ન ૧૧૨૨-કેટલાક કહે છે કે સમ્યફવ પ્રાપ્ત થયા પછી જે આરંભ પરિગ્રહ લેવાય છે તેમાં જેટલા જડપદાર્થ છે તે જડપદાર્થમાં પરિણમત ભાવ જેવા સ્વરૂપે થવાના હોય તેવા સ્વરૂપે બનાવવાને ચૈતન્યઆત્માનો ભાવ આપોઆપ થઈ જાય, તેથી સમ્યફવી તેવી પ્રવૃત્તિમાં જોડાતા હોવાથી તેને ષ લાગતો જ નથી. દાખલા તરીકે સમ્યફવીને મકાન બનાવવું હોય ત્યારે પત્થરઆદિની વસ્તુ વિગેરે તેવા સ્વરૂપે તેને પરિણમવાનું થવાથી રહામાને તેવા ભાવરૂપે આપોઆપ થવાનું છે તેથી તે વસ્તુ તે સ્વરૂપે બની જાય છે. તેમાં સમ્યફીની જવાબદારી નથી. કારણ કે તે પોતે પિતાને જ્ઞાતા અને દષ્ટા તરીકે માને છે.
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy