SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન ૨૦૩ એમ માનવું કેમ શોભે ? (ઊ) કર્મમાત્રની અપેક્ષાએ બંધનો અભાવ એકલા અયોગગુણસ્થાને જ હોય છે. ઘાતી કર્મને બંધને અભાવ દશમા પછીથી હેય છે. એ સમજનારો મનુષ્ય કોઈ દિવસ પણ ચોથે ગુણઠાણે બંધને અભાવ માની શકે નહિં. પ્ર ૧૧૧૫-સંસારની પ્રવૃત્તિ ગમે તેવી શુભાશુભ હોવા છતાં તે કાર્ય પિતાને શુદ્ધ આત્મા કરતો જ નથી, પરંતુ ઉદય આવેલી પ્રકૃતિ સ સારમાં જોડાઈ છે, પણ તે કાર્ય અને તે કાર્યના પરિણામથી મારે આત્મા જુદી છે. તેથી કર્મ લાગતાં નથી તેમ સમ્યક્ત્વની માન્યતા હેવાથી સમ્યફવીને કર્મ લાગતાં જ નથી ? સમાધાન-(અ) સમ્યફવવાળાને અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાનાવરણીય અને સંજવલન કષાય અને વેદાદિનેકષાયોને ઉદય હેય કે નહિ? અને હોય તો તે બધા જીવવિપાકી હેઈને આત્માની સ્વરૂપરમણતાને બગાડનારા થાય કે નહિ ? અને તેને બગડેલી પરિણતિ થયા છતાં કર્મ બંધાયજ નહિ એમ કહેવું વિચારવાળાને શોભે ક્યાંથી ? (આ) જે કે સમ્યકત્વની પરિણતિવાળે દુઃખ કે સુખ વેદતાં કર્મના ઉદયનું સ્વરૂપ વિચારે અને તેથી આતંરૌદ્રધ્યાનવાળો ન થાય અને તે દ્વારા નવા તેવા ગાઢ પાપો ન બાંધતાં ગાઢ કર્મોને નિર્જરે એમ કહેવામાં વાંધો નથી. પરંતુ હિંસાદિ આશ્રોમાં પ્રવર્તે, કષાયોમાં તન્મય થાય અને એકલી નિજ રાજ કરે અને કઈ પણ જાતનું કર્મ ન જ બાંધે એમ કહેવું એ આત્મા અને કર્મના જાણનારાને શોભે નહિ. () સમ્યક્ત્વ પામેલે ગૃહસ્થ અવિરતિ ટાળીને ચારિત્ર લેવાની ઈરછાવાળો જ હોય તે પછી જે તેને કર્મબંધ જ ન હોય તો તેને ચારિત્ર લેવાની કે લિંગ લેવા દ્વારા નિવૃતિ કહેવાની જરૂર ક્યાં રહી ?
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy