SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન ૧૭૧ શ્રીભદ્રબાહુસ્વામી શ્રુતકેવલી છે પરંતુ છેલ્લા ભદ્રબાહુ નથી એમ શાથી માનવું ? સમાધાન-તે નિર્યુક્તિકાર શ્રુતકેવલી ભદ્રબાહુ ન હોત અને બીજા ભદ્રબાહુ હેત તો ચાણકય આદિને અધિકાર ન લેતાં પાછલ થયેલ કૌટિલે આદિને અધિકાર લેત. વળી પિોષ અને આષાઢ સિવાયના મહિનાઓની અધિકતા જણાવત, સામાયિક નિર્યુક્તિમાં પરંપરા અધિક જણાવત. આવશ્યક મૂલ, ભાષ્યાદિની રચના તેમના કરતાં પહેલાની થવા પામે. વળી શ્રી સિદ્ધસેન દિવાકર અને ભદ્રબાહુજી એકકાલીન થઈ જાય. યાદ રાખવું કે શ્રી સિદ્ધસેન દિવાકરજીએ તો કેટલીક નિર્યુક્તિની ગાથાઓની ઉપર વ્યાખ્યાભૂત ગાથાઓ પણ કરેલી છે. એટલું જરૂર છે કે આવશ્યકમાં નિયંતિ ગાથા વધારે હોવાથી ભાષ્ય અને મૂલભાષ્યને પણ નિયુક્તિ તરીકે વ્યવહાર થયા છે. અને આચારપ્રકલ્પાદિમાં ભાષ્ય વિસ્તૃત હોવાથી નિયંતિ ગાથાઓ ભાષ્ય તરીકે વ્યવહૂિત થઈ છે. શ્રીકંદિલાચાર્યને અનુગા હેવાથી તથા દેવદ્ધિક્ષમાશ્રમણજી સિદ્ધાંતને પુસ્તકારૂઢ કરનાર હોવાથી શાસન સંબંધી કેટલીક હકીકતો ત્યાં સુધીની સૂત્રમાં દાખલ થઈ છે. શાખા અને નિહ્નો અધિકાર સ્વકાલ સુધીને ન જણાવે તો શાખાઓની પ્રામાણિક્તા અને ઈતરની અપ્રમાણિકતા વ્યાપ્ત હતી અને માન્ય હતી એમ ન ગણાય, માટે તે તે ઉલેખો સૂત્ર અને નિયુક્તિમાં દાખલ થયા છે. સૂક્ષ્મદ્રષ્ટિવાળા મનુષ્ય પ્રાપ્ત અને ભેદના વાક્યોને સારી પેઠે સમજી જ શકે. પ્રશ્ન ૧૦૫૮–વિશેષાવશ્યકઆદિ ભાષ્યો જૈનશાસનમાં કહેવાય છે તે ભાળ્યો વ્યાકરણદિના ભાષ્યો જેવાં જ હોય છે. જે કાંઈ ભેદ છે? સમાધાન-વ્યાકરણાદિની અપેક્ષાએ ઉત્તરોત્તર મુનિઓનું પ્રામાણિકપણું માનેલું હોવાથી જ્યારે સત્રનું વિવેચન કરતાં સૂત્ર વ્યાજબી કે ગેરવ્યાજબી છે ? એને વિચાર પણ તે ભાષ્યકારે તે તે ભામાં કરે ત્યારે જૈનશાસનમાં પૂર્વ પૂર્વ મુનિઓની પ્રામાણિકતા હેવાથી જૈન
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy