SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન ૧૬૯ માને છે, અને તેથી સર્વદષ્ટિો જનક અને જૈનદર્શન જન્ય થાય છે એમ માને છે, તો શાસન પ્રેમિકાએ કેમ માનવું વ્યાજબી છે ? સમાધાન-ઉત્પત્તિની અપેક્ષાએ સર્વદર્શનાંતરે જૈનદર્શનથી એટલે દ્વાદશાંગીથી પછી થયેલાં છે. ભગવાન શ્રી ઋષભદેવજી પહેલાં કઈ પણ દર્શનાંતર નહોતું. પરંતુ શ્રી ઋષભદેવજીએ તીર્થપ્રવર્તનમાટે લીધેલ દીક્ષા પછીજ બધાં દર્શનાંતરે થયાં છે. એટલું જ નહિ. પરંતુ ભગવાન ઋષભદેવજીને ત્યાગને અનુસરીને જ થયાં છે. વળી પ્રવૃત્તિની માફક પ્રરૂપણે પણ ભગવાન ઋષભદેવજીની ધર્મપ્રરૂપણ પછીજ છે. પુરાણકારો વિષ્ણુના અવતારમાં પણ શ્રી ઋષભદેવજીને જ મનુષ્ય અવતાર તરીકે પહેલો અવતાર માને છે. વળી આત્મા મોક્ષઆદિ અતીન્દ્રિય પદાર્થો અતીન્દ્રિાની સિવાય બીજે જાણી શકે નહિ અને તે ન જાણવાથી તે આત્માદિની આઘપ્રરૂપણા અતીન્દ્રિયજ્ઞાનિ સિવાયથી સ્વયં થઈ શકે જ નહિ, માટે અતીન્દ્રિય એવા આત્માદિની પહેલી પ્રરૂપણા શ્રીષભદેવજી કેવલજ્ઞાની ભગવાને જ કરી, નકલ કરી આ વાત તે સમજવી સહેલી જ છે કે નકલીને પ્રાદુર્ભાવ અસલી પછીજ હોય છેવળી એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે દરેક દર્શનકારો ભવાંતરનાં સુખો અને એને માટે ધર્મ કરવાનું જણાવેલ હોવાથી ધર્મને સાક્ષાત જાણવા સાથે તે ધર્મમાં રહેલી સુખ આદિ દેવાની શક્તિને જાણનારાજ પ્રથમ ધર્મ અને ફળને જણાવનાર બને અને તેવું જ્ઞાન વીતરાગપરમાત્માએજ મેળવેલું છે. માટે ધર્મ અને પરલેકાદિકનું નિરૂપણ કરનાર આદિપુરૂષ જે કંઈ પણ હેય તે તે માત્ર જિનેશ્વરેજ છે. અને અન્યદર્શનકારો તો માત્ર તેનું અનુકરણ કરનારાજ છે. તેવી જ રીતે પાપ અને તે પાપના દુષ્ટફળ રૂપે નરકાદિને જાણનાર અને તેની પ્રરૂપણા કરનારમાં પણ જે આદ્ય પુરુષ હોય તે તે માત્ર વિતરાગ સર્વજ્ઞપ્રભુજ છે. એટલે ઉત્પત્તિની અપેક્ષાએ સર્વદર્શને અને કુધર્મોનું મૂલકારણ શ્રીજિનેશ્વરભગવાનનું
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy