SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ સાગર અને કરગરે, ત્યારે તે પરમધામિયો પોતાના કલ્પથી તેવાં તેવાં પૂર્વભવનાં કૃત્યે તે તે નારકીનાં સંભારનારાં વાક્યો કહે અને ત્યારે તે નારકિયોને ભવપ્રત્યયિક જાતિસ્મરણથી તે તે પિતાનાં કાર્યો યાદ આવે અને તેથી પરમધામિના વાક્યોને જુઠ્ઠાં ન માની શકે. પ્રશ્ન ૧૦૫૧-દેવતાઓને આત્મા અને યક્ષેત્રથી સંબદ્ધ એવું અવધિજ્ઞાન હોય કે એકેયમાં અસંબદ્ધ એવું અવધિજ્ઞાન હોય ? સમાધાન-દેવતાઓનું મૂળ શરીર તો અવધિના ક્ષેત્રની અંદર જ હોય છે માટે દેવતાઓનું અવધિ મુખ્યતાએ તો આત્મા અને યક્ષેત્ર એ ઉભયથી સંબદ્ધજ હેય. પણ દેવતા ઉત્તરક્રિયથી યક્ષેત્રની બહાર જાય ત્યારે તેના તેના તે તે પ્રદેશોની અપેક્ષાએ આત્માથી અસંબદ્ધ એવા અવ– વિને નિષેધ કરાય નહિ, જો કે મુખ્યતાએ સંખ્ય અસંખ્ય જનવાળા અને સંખ્યા અસંખ્ય આતરાવાળા અવધિજ્ઞાનના અધિકારી તો મનુષ્યતિર્યચે હોય છે. મનુષ્યતિર્યંચને આભા સામાન્ય એકત્ર હોય છે. પ્રશ્ન ૧૦૫ર- ભગવાન જિનેશ્વરમહારાજાઓ જે સ્વયંસંબુદ્ધ થઈ પ્રવજ્યા માટે તૈયાર થાય છે તેમાં સ્વયંસંબુદ્ધપણું તેમના અપ્રતિપાતિ એવા અવધિજ્ઞાનથી હેય છે કે બીજા કોઈ હેતુથી હોય છે? સમાધાન-ભગવાન તીર્થકર મહારાજનું સ્વયંસંબુદ્ધ પણું તેઓશ્રીના અવધિજ્ઞાનથી નથી હોતુ. જે અવધિજ્ઞાનથી સ્વયંસંબુદ્ધપણું થાય તે સર્વ સમ્યગ્દષ્ટિ દેવતા અવધિજ્ઞાનવાળા હેવાથી બધા સ્વયંસંબુદ્ધ થઈ જાય વળી ભગવાનને અવધિ પહેલેથી છે માટે પહેલેથી જ સ્વયંસંબુદ્ધ પણું થઈ જાય ભગવાન જિનેશ્વરમહારાજ સિવાયના પણ ઘણું જીવો પૂર્વ ભવથી લાવેલા અવધિજ્ઞાનવાળા હોય છે તો તે બધા સ્વયંસંબુદ્ધ થઈ જાય પરંતુ તેમ નથી. કિંતુ ભગવાન જિનેશ્વરોએ પૂર્વભવોમાં જે જગતના ઉદ્ધાર માટે સુચરિતો કર્યા હતાં તેના અભ્યાસને લીધે ભગવાન જિનેશ્વરનું સ્વયંસંબુદ્ધપણું હોય છે અને એમ ભગવાન હરિભદ્રસૂરિજી
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy