SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર સાગર તત્વથી બધી નિંગમાં જીવોની અવગાહના પણ સરખી નથી. દરેક નિગોદમાં જીવો અનંતા છે અને નિગદની અવગાહના આંગુલના અસંખ્યાતમાભાગની છે એ સ્પષ્ટ જ છે. પ્રશ્ન ૧૦૧૧-અવધિ અને વિલંગમાં જેમ જઘન્યભાગ તુલ્ય છતાં ઉત્કૃષ્ટમાં કાલઆદિની અપેક્ષાએ સરખાપણું નથી, અર્થાત વિભગમાં એકત્રીસ સાગરોપમ અને અવધિમાં તેત્રીશ સામગરોપમ કાલ હાય છે, તેમ શ્રુતજ્ઞાન અને મૃતઅજ્ઞાનની ઉત્કૃષ્ટતામાં ફરક હોય કે નહિ? સમાધાન-મુતઅજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાન પણ ઉત્કૃષ્ટપણામાં ફરક વાળું હોય અને અધિક જ હોય છે. શ્રુતજ્ઞાન અધિકમાં અધિક ન્યૂનદશ પૂર્વ જેટલુંજ હોય, ત્યારે શ્રુતજ્ઞાન ઉત્કૃષ્ટ ચૌદ પૂર્વ હોય છે. પણ અવધિ તથા વિલંગમાં જેમ સર્વ સ્થાને ન્યૂનાધિક્યનો નિયમ નથી તેમ શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં પણ સર્વત્ર જીવોમાં ન્યૂનાધિક્યને નિયમ નથી પ્રશ્ન ૧૦૧૨-ઉપધાનની ક્રિયા આરાધના માટે છે ? જે આરાધના માટે હોય તે શાસ્ત્રકારે “બુતમમીલ્લતા' એમ કેમ કહ્યું છે? અને જ્ઞાનની પ્રાપ્તિ માટે ઉપધાન હોય તે કર્ણધાટથી કે બીજે કોઈપણ પ્રકારે શ્રુતજ્ઞાન આવ્યા પછી ઉપધાનની ક્રિયા શા માટે કરવી ? સમાધાન-જ્યારે પુસ્તક નિરપેક્ષપણે મૃતની પ્રવૃત્તિ પરંપરાએ હતી ત્યારે જ્ઞાનીમહારાજા આ ઉપધાનથી આરાધના કરનારને જ શ્રુતજ્ઞાન આપતા હતા. માટે આરાધના અને જ્ઞાન એ બંને માટે ઉપધાનની જરૂર ગણાય. કર્ણાઘાટથી મળેલા જ્ઞાનની પણ રીતસર આરાધના તેના ઉપધાનથી જ થાય એટલા માટે તે શ્રીવાસ્વામીજી સંપૂર્ણ એકાદશાંગના અને કંઈક પૂર્વના અંશને ધારણ કરનારા થયા છતાં તે વખતે વાચનાચાર્ય થવાને માટે લાયક ગણાયા નહતા. અને આચરણથી નમસ્કારઆદિ બુત આવડ્યું હોય તો પણ તેના ઉપધાનને નહિ કરવારા વિરાધક ગણાય છે. પરંપરાથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિની
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy