SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ સાગર દેષો લાગવાનું થાય વળી અધિક તિથિ હોય ત્યારે પહેલી તિથિ ઉદયવાળી હેય છતાં પણ તેને છોડવી પડે તેમાં પણ આજ્ઞાભંગ આદિ દોષ લાગે. એ ખરું છે, પણ બીતિથિશબ્દથી ઉદય વિનાની એવો અર્થ ન કરે, પણ જેનો પરસ્પર મતભેદમાં પણ જે બેસતી તિથિ માનનારા તથા પ્રતિક્રમણની વખતે હેય તે તિથિ માનનારા તથા આયમતી એટલે પૂર્ણતાની તિથિ માનનારા હેય તેના ખંડનને માટે આ જણાવેલું છે અને તેમ હોવાથી બીજીતિથિ એ શબ્દથી બેસતી, પ્રતિક્રમણની અને આથમતી તિથિ એ અર્થ કરે. એટલે બીજ પાંચમ આદિ બધી તિથિઓ સૂર્યોદય વખતની લેવી, પણ જે બેસતી આદિ લે તો આજ્ઞાભંગ આદિ દોષો લાગે, એમ સર્વસાધારણ રીતે જણાવેલ છે. પરમતમાં જેમ સંપૂર્ણ, શુદ્ધ, વિદ્ધ, સમ, ન્યૂન,અધિકૃત આદિભેદ તથા કર્મકાલ ભાવિની આદિ ભેદે તિથિના લીધા છે. તેમ અહી કોઈપણ બીજો ભેદ લેવાને નથી. અને જે તે લે તો આજ્ઞાભંગ આદિ દોષો લાગે. એ અર્થ સરલ અને તાવિક છે, કારણ કે જેનોને દિન, અહેરાત્ર કે રાત્રિની અપેક્ષાએ પૌષધ ઉપવાસ આદિ કરવાના હોય છે, અને તે પૌષધ આદિનો આરંભ સૂર્ય ઉદયની અપેક્ષાએ જ રહેલો છે. અને તેથી જ તિથિને આરંભ ક્રિયાકાલ આદિ લઈને કરે તો પૌષધ-ઉપવાસ આદિ દિનઆદિ પ્રમાણના નહિં રહેવાથી તથા તિથિ આદિના આરંભ અને સમાપ્તિની અપેક્ષાવાળા થવાથી અખંડ ન થાય અથવા તે સાચવે તો પર્વતિથિ માન્ય છતાં વિરાધના થાય, માટે ઈતરતિથિ માનવામાં આજ્ઞાભંગ આદિ દે જણાવ્યા છે પ્રશ્ન ૯૨પ-બીજઆદિ પર્વતિથિને ક્ષય હોય ત્યારે તે બીજઆદિને ઉદય હોય નહિ. તેમજ તે દિવસે પડવા આદિને જ ઉદય હાય, માટે ઉદય વગરની બીજઆદિ છતાં તે દિવસે બીજઆદિ માનનારાઓને આજ્ઞાભંગઆદિ દેષ કેમ નહિ લાગે ? કેમકે “યં”િ એ ગાથામાં બીજી તિથિ કરવામાં તે દે જણાવેલા છે. સમાધાન-પ્રથમ તો “મિએ ગાથા હંમેશાં તિથિ માનવાની
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy