SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પધરાવવામાં આવેલી હેઇને મંડળની રચના દેદીપ્યમાન બની છે. કમળના ખૂણાઓની ચાર પાંખડીમાં દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપદની લિપિબદ્ધ પેજના અને આખા મંડળમાં મંત્રાક્ષરો અને દેવ-દેવીઓ તેના નામો અને સ્થાને સહિત કેતરવામાં આવ્યા છે. એ મંદિરની દિવાલમાં પણુ વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થંકર મહારાજાઓ સ્વ સ્વ તમામ ગણધરો સહિત અલંકૃત કરાવી આયાગપટ્ટની જેમ ૨૪ પટમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. અને ૧ પચ્ચીસમો પટ ભગવંત મહાવીરસ્વામી અને સુધર્માસ્વામી સહિત આગમોને પુસ્તકારૂઢ કરનાર શ્રી દેવદ્ધિગણિક્ષમાશ્રમણ પર્યન્તના બહુશ્રત કેટલાક આચાર્ય ભગવંતો વડે અલંકૃત કરવામાં આવ્યો છે. ગણધર મહારાજાઓના પદો વડે ભૂષિત હવાથી જ એનું નામ સિદ્ધચક્ર–ગણધરમંદિર રાખવામાં આવ્યું છે દિવાલના વિશેષભાગમાં આચારાંગ-સૂયગડાંગ-દશાશ્રુતસ્કંધ-દશવૈકાલિક અને ઉત્તરાધ્યયનસૂત્રોની નિર્યુક્તિઓ તથા તત્ત્વાર્થસૂત્ર અને સિદ્ધપ્રાભત ગ્રંથને આદર્શ શિલા ઉપર આરૂઢ કરાવી બીરાજમાન કરવામાં આવ્યા છે. આ મંદિર પણ આગમોની નિર્યુક્તિઓ વડે અલંકૃત હેવાથી સિદ્ધચક્રગણધર જૈનાગમમદિર કહેવાય તો અતિશયોક્તિ નથી જ, આગમમંદિર માટે ભરાયેલા ૮૦૦ પ્રતિમાજીઓની તથા બહારના આવેલા અન્ય પ્રતિમાજીઓ વિગેરે મલીને આશરે ૨૦૦૦ ઉપરાન્ત જિનબિંબ વિગેરેની અંજાલાકા સંવત ૧૯૯૪ મહાવદ-૨ ને સોમવાર તા. ૨૨-૨-૧૯૪૩ને રોજ શુભલગ્નમાં આચાર્યશ્રીઆનંદસાગરસુરીશ્વરે કરી હતી તેમજ ઉક્ત બંને મદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૯૯ના મહાવદ ૫ ને તા. ૨૫-૨–૧૯૪૩ ગુરૂવારને રોજ ઉક્તસૂરીશ્વરે કરાવી હતી. આ બંને મંદિરની સાથોસાથ સાધુ-શ્રમણ મહારાજને પુસ્તક સંગ્રહ રાખવા-જાણવા માટે શ્રી શ્રમણ સંઘ પુસ્તક સંગ્રહ” નામનું એક મકાન પીસ્તાલીશ આગમને અનુલક્ષીને પીસ્તાલીશ પુસ્તક ભંડારે સંગ્રહવા માટેનું યોજવામાં આવ્યું છે. તેમાં હાલ થડા ભંડારો
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy