SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન ૯૧ ક્યા પ્રકારનાં કર્મબંધનથી તે હું નથી જાણતો, પણ પિતાનાં કર્મોથી જીવ ચારે ગતિમાં ભમે છે એમ જાણું છું. (અર્થાત ચારેય ગતિમાંથી બચવા માટે મારા આત્માને સંયમમાં જોડી દઉં છું કે જેથી તે કર્મો લાગે જ નહિં) આવી રીતે અતિમુક્તક કુમારે પોતાના બાળપણને અભાવ જણાવી, મરણની અનિયમિતતાથી સંયમની ઉતાવળતા કારણરૂપ જણાવી કુટુંબનું અશરણપણું જણાવી ચારેય ગતિથી બચાવનાર સંયમનું શરણપણે જણાવ્યું તેથી માબાપે દીક્ષા અપાવી. આ હકીકત માટે જુઓ અંતગડ સૂત્ર પા• ૨૪ अतिमुत्त कुमार अम्मापितरो एवं व०-बालेसि ताव तुम पुत्ता! असंबुद्धेसि०, किं नं तुम जाणसि धम्म ? तते से अतिमुत्ते कुमारे अम्मापियरो एवं व०-एवं खलु अम्मयातो! ज चेष जाणामि त चेव न याणामि ज चेव न याणामि त चेव जाणामि । तएण 'तं अहमुत्त कुमार अम्मापियरो एवं व०-कहनं तुम पुसा ! जचेव जाणसि जाव त चेव जाणसि ? त० से अतिमुत्ते कुमारे अम्मापियरो एवं-जाणामि अह अम्मतातो ! जहा जाएणं अवस्समरियव्व, न जाणामि अह अम्मतातो ! काहे वा कहिं वा कह वा केचिरेण वा?, न जाणामि अम्मताओ ! केहिं कम्माययणेहिं जीवा नेरइयतिरिक्खजोणिमणुस्सदेवेसु उववज्जति, जाणामि ण अम्मायातो ! जहा सतेहिं कम्मायाणेहिं जीवा नेरइय जाव उववज्जति। પ્રશ્ન ૯૦૩-અતિમુક્ત મુનિએ દેશના સાંભળીને વૈરાગ્ય મેળવ્યો હતો કે સ્વયં મેળવ્યો હતો ? સમાધાન-શ્રીભગવતીજી તથા શ્રીઅંતગડ એ બે સૂત્રોમાં તેમને અધિકાર છે તેમાં શ્રીભગવતીજીમાં જે અતિમુક્ત મુનિને અધિકાર છે તેમાં માત્ર પાત્રોને તરાવવાના અધિકાર સિવાયને ઈરિયાવહી કે કેવલજ્ઞાનને અધિકાર નથી, શ્રીઅંતગડસૂત્રમાં તો ભગવાન શ્રીગૌતમસ્વામીજી
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy