SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન ૭૫ સમાધાન-પ્રથમ તે શ્રીપંચવસ્તુઆદિ પ્રૌઢગ્રંથમાં રાત્રિ પ્રતિક્રમણના અધિકારમાં, છમાસના તપ સુધીમાં જે તપ કરવો હોય તે તપ ધારીને, કાઉસગ્ગ પારી ચિંતવેલા તપમાં પચ્ચખાણ લેવાનું જણાવે છે વળી શ્રીઆવશ્યકમાં શ્રીહરિભદ્રસૂરિજી અઠ્ઠમ અને અમને કેટીબદ્ધ પચ્ચખાણ જણાવતાં અઠ્ઠમ અઠ્ઠમની કોટી મેળવવાનું જણાવે છે. વળી શ્રીભગવતીજી, જ્ઞાતાસૂત્ર, વિપાક અને અંતગડ વગેરે સૂત્રમાં આદ્ય દિવસેજ અઠ્ઠમ ગ્રહણ કર્યાના અધિકારે ઘણે સ્થાને છે. ખરતરગચ૭વાળા તરફથી કહેવામાં આવે છે કે જે પહેલા દિવસથીજ છઠ્ઠ અમઆદિનાં પચ્ચખાણ દેવા-લેવામાં આવે તો શ્રીકલ્પસૂત્ર વિગેરેમાં છઠ્ઠ અને અઠ્ઠમ આદિને માટે કહેલાં જે પાણી છે તે પહેલે દિવસથી વાપરવાનાં થાય પણ તેઓનું આ કથન ચાલી શકે તેમ નથી કારણ કે પ્રથમ તો જે જે ઉપવાસ છ અને અટ્ટમ આદિને માટે પણ જણાવ્યાં છે તે પહેલાંનાં ઉપવાસ આદિનાં પાણુ છ અઠ્ઠમ આદિની તપસ્યાવાળાને લાયક નથી, પણ આગળની છઠ્ઠ અઠ્ઠમ આદિ તપસ્યાવાળા માટે કહેલાં પાણી પહેલાંની ઉપવાસની તપસ્યામાં ન લેવાં એમ નથી, કેમકે જે એમ માનીએ તો એક બે ઉપવાસવાળાએ અષ્ટમ આદિમાં લેવાનું શુદ્ધ ઉષ્ણ પાણી વપરાય નહિ એમ માનવું પડે ખરી રીતે તો એ શ્રીકલ્પસૂત્રને પાઠ ચોમાસામાં લાગલગાટ ઉપવાસ, છઠ્ઠ, અમઆદિ કરનારા માટે છે, વળી ખરતર શ્રાવકોને પાણીના છ આગાર તો લેવાના માનતાજ નથી તે પછી શ્રાવકની અપેક્ષાએ તે પાણીના ફરકથી છઠ્ઠ, અઠ્ઠમઆદિ ન કરવા, એમ રહેતું જ નથી, વળી ભગવાન શ્રીઅભયદેવસૂરિજી કે જેઓ ખરતરગચ્છના નથી, એટલું જ નહિ પણ જેઓની વખતે ખરતરગચ્છની ઉત્પત્તિજ નહોતી, છતાં એ મહાપુરૂષના નામે જિનવલ્લભે પોતાની મહત્તા સ્થાપી તથા ખરતરવાળાઓ તેઓશ્રીના નામે પિતાના ગચ્છની મહત્તા જણાવે છે, અને તેને લીધે જ શ્રીઉપદેશસપ્તતિમાં ચ: પ્રતિષ્ઠામ ને : વરતરામિષઃ અર્થાત ખરતરગચ્છવાળાઓ, જે શ્રીઅભયદેવસૂરિજીના નામથી પિતાના ગચ્છની પ્રતિષ્ઠા
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy