SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) સમાધાન–વડી દીક્ષાથી પિંડ, શયા, વસ્ત્ર, પાત્ર, વસતિ, પ્રતિક્રમણ, પડિલેહણ, સૂત્ર, અર્થ, ભજન, અને કાલગ્રહણ આદિમાં લાયક થાય; પણ સાધુપણાની જવાબદારીમાં વિશેષ નથી. વસ્તુત: જજ વગેરે અધિકારીની નિમણુંક પ્રેકટીસ કર્યા પછીથી જ થાય છે. એવું સંભળાય છે તેવી રીતે એ પણ અમુક કાર્યની પ્રેકટીસ કર્યા પછી અમુક અધિકાર સેંપવા માટે છે. પ્રશ્ન ૨૭–એ બને દીક્ષાઓમાં યોગદ્વહન કરી આચારાંગનું પહેલું અધ્યયન, અથવા દશવૈકાલિકનાં ચાર અધ્યયન ભણવા ઉપરાંત બીજે વાસ્તવિક તફાવત શું છે ? સમાધાન–બને દીક્ષાની વચમાં તફાવત કંઈ નથી. ફક્ત છ કાયની શ્રદ્ધા, તેની જ્યણ અને આહારાદિ દોષનું જ્ઞાન થાય. પ્રશ્ન ૨૮–એ બને દીક્ષા વચ્ચે કેટલે કાળ થવો જોઈએ. સમાધાન–જઘન્યથી સાત દિવસ, તે પણ પતિ માટે, મધ્યમ ચાર માસ, ઉત્કૃષ્ટ છ માસ, પણ કંઈક તેવાઓ માટે બાર વર્ષ પણ છે. પ્રશ્ન ૨૯–જે દીક્ષા લેવાને અને પાળવાને યોગ્ય છે કે કેમ? તેની તપાસ કરવા માટે નાની અને મોટી દીક્ષા આપવામાં આવે છે તે તે પહેલાં પણ અમુક મુદત રાખવામાં આવે તે વાંધે શું ? સમાધાન–મે વધે છે. કારણ સાધુ ગૃહસ્થને “આવ બેસ' ન કહે, આદેશ પણ ન દે, ગ્લાનપણમાં વૈયાવચ્ચ ન કરે, ભૂખ કે તષામાં પાણી પણ ન આપી શકે, શીતમાં વસ્ત્ર પણ ન આપે, ભજનની પણ ચિંતા ન કરે, યાવત્ સાથે પણ ન રાખી શકે, તે બીજી યતનાની તે વાત શી ? પરીક્ષા સ્પંડિલાદિકના ગમનથી કરવાની છે તે શી રીતે કરી શકાય? બલકે ગૃહસ્થપણામાં પરીક્ષાદિ માટે સાધુથી રાખી શકાય જ નહીં.
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy