SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ એવું લક્ષ્ય રાખવું જોઈએ, અને તે માટે દષ્ટાંત તરીકે શ્રી ગજસુકુમાલજી, શ્રી મેતારજ છે, ને શ્રી સમરાદિત્યકેવલી આદિના જવલંત દૃષ્ટાંતે અતિ ઉપયોગી છે. પ્રશ્ન ૨ અનંતકાયની સૂક્ષ્મ અને બાદરની સાબીતી શી? અને તેને સાધારણ વનસ્પતિકાય કેમ કહેવાય છે? સમાધાન–વર્ષાઋતુમાં થયેલી લીલ–$ગ વગેરે ભરશિયાળામાં હિમ પડવાથી બળીને ભસ્મીભૂત થાય, ઉનાળામાં સૂકાઈ જાય. પણ વરસાદ આવે તે પછી તેવીને તેવી જ સ્થિતિમાં ઉગે છે. બીજા વૃક્ષોની માફક બી, રસાળ જમીન, હવા પાણુ મૂળી વગેરેની તેને જરૂર નથી. ઘર, વાડી, અને બંગલામાં રહેલ હરકોઈ સ્થાનમાં જ્યાં જગા મલી ત્યાં તે ( અનંતકાય) પિતાનું સ્થાન જમાવી દે છે. આ ઉપરથી નિશ્ચિત થાય છે કે આખું જગત સૂક્ષ્મ અનંતકાયથી વ્યાપ્ત છે. અને ચર્મચક્ષુથી દેખાઈ આવે છે તે બાદર છે. આહાર, શરીર, ઈદ્રિય, શ્વાસોચ્છવાસ અને મરણ સંબંધી દરેક કાર્ય સર્વેનું એકી સાથે એક સરખું છે. તેથી તે સાધારણ કહેવાય છે. તથા અનાદિકાળના નિગદીઆ, સંસારની રમત રમી આવેલ મિયાત્રીઓ અને સમકતથી પતિત થઈ આવેલા સર્વજી આ સાધારણ સ્થાનમાં સાધારણદશાને અનુભવે છે. પ્રશ્ન ૩–કેવલજ્ઞાની ભગવાન ભવિષ્યમાં નિશ્ચયથી પડવાનું જાણે છતાં દીક્ષા આપે ? સમાધાન–હા, આપે. શ્રી ઋષભદેવ ભગવાન સર્વજ્ઞ છે ને ભવિષ્યમાં જરૂર પડશે તેવું જાણે છતાં પિતાના પુત્ર ભરત ચક્રવર્તીને પુત્ર નામે મરીચી ભવિષ્યમાં પરિણામ, વેષ, અને તદ્દરૂપ ચારિત્રપ્રવૃત્તિથી જરૂર પડશે, ઉત્સત્રની પ્રરૂપણ કરી અને કેને ઉન્માગ ગામી બનાવશે તેમ જાણવા છતાં પ્રભુએ સર્વવિરતપણું સમર્પણ કર્યું; આવા અનેક દાખલાઓ શાસ્ત્રમાં મેજદ છે.
SR No.032389
Book TitleSagar Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1972
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy